રમૂજી સવાલના મનમોજી જવાબ

- દર્શન ભાવસાર
ધણીનું ધાર્યુ થાય તો ધણિયાણી શું કરે?
- ધમાલ.
પ્રેમ રાહમાં કંટકો હોય. ફૂલ કયારે આવે? - લગ્નના હારતોરા થાય ત્યારે…
રોજ રામાયણ થાય. તો મહાભારત ક્યારે? - એનોય વારો આવે મહિને ઘરખર્ચ દેતી વખતે…
અપશુકન ક્યારે થાય? - લેણદાર અચાનક સામો ભટકાય ત્યારે…
કેવી બુદ્ધિનું પ્રદર્શન થાય ? - અલ્પ બુદ્ધિ અને મંદ બુદ્ધિનું….
દેવાળું કેમ ફૂંકી દેવાય? - ફૂંકે નહીં તો ફેલાઈ જાય!
ઘરવાળીના જોર- જુલમને શું કહેવાય? - જોરૂ કા જુલમ…
બેગમને ન ગમે તો? - ગમગીન રહેવું પડે.!
ડાહી સાસરે ના જાય તો? - પતિએ સાસરે જવું પડે…
જાય તેલ લેવા…તો દૂધ- ઘી કેમ નહીં? - એ બન્ને મોંઘાં પડે…
માગ્યા વિના ના પીરસે. તો શું ખાવાનું? - બગાસાં!
કેવા જલસા બધાને ગમે? - પારકા પૈસે થતા જલસા…
નવયુગલ -નવદંપતી હોય તો દસ દંપતી કેમ નહીં? - દશાનંદ રાવણનો શ્રાપ લાગે….
કયો ધર્મ વધુ બદનામ? - સગવડિયો ધર્મ!
લગ્ને લગ્ને કુંવારા કેવા હોય? - અગેઈન અને અગેઈન કુંવારા…
બુંદ કી બિગડી હૌજ સે નહીં સુધરતી. નવી કહેવત શું? - ‘ઈડી’ સે બિગડી…ઈન્કમ ટેક્સ સે નહીં સુધરતી !
આપણ વાંચો: અજબ ગજબની દુનિયા