ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

- દર્શન ભાવસાર
આંખ ક્યારે ઉઘડે?
- ઠોકર લાગે ત્યારે…
નામું ચોપડામાં લખાય, તો માફી નામું શેમાં?
- વકીલે આપેલા કાગળમાં…
પરીક્ષામાં કાપલીનું કેટલું મહત્ત્વ?
- ભાવિ સાળાના હાથમાં ન જાય એવું એની બહેનને લખેલા પ્રેમપત્ર જેટલું…!
સાંઠગાંઠ ક્યાં થાય?
- ગોઠવણ થાય ત્યાં…
રોટલા ટીપનારી ને રોટલા શેકનારી જુદી હોય તો?
- રોટી રમખાણ થાય…
ભારત કયો દેશ છે ખેતીપ્રધાન કે શ્રમપ્રધાન?
- વડા પ્રધાનવાળો.. !
ઔર ચાબી ખો જાયેં તો?
- લોક તોડ દિયા જાય…
તમારું કોઈ ઉપનામ ખરું?
- મમ્મીવાળું કે વાઈફવાળું?
ભૂલકણાં પ્રોફેસર જેવા બીજા કોણ?
- ઉછીના રૂપિયા લેનાર!
પ્રેમમાં ગૂગલી કેમ રમાય?
- ગૂગલને પૂછો…
વિવાહમાં કોની વાહ વાહ થાય?
- સૌથી પહેલાં ને છેલ્લે વાનગીની…
મહાભારત ના થયું હોત તો?
- સિરિયલ ના બનત…
ટયૂશન કલાસ ના હોત તો?
- શિક્ષકો સ્કૂલમાં સાંજ પાળી ચલાવતા હોત.
તમે પુનર્જન્મમાં માનો છો?
- મારો પુનર્જન્મ થાય તો ખબર પડે.
દ્રાક્ષ કેમ ખાટી લાગે?
- મીઠી હોય ના હોય એટલે.
જિજ્ઞાસાની બહેન કોણ?
- આશા.
રાવણ હેલ્મેટ પહેરે તો?* 10 હેલ્મેટની સામૂહિક ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવું પડે!
આપણ વાંચો: અજબ ગજબની દુનિયા



