ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

- દર્શન ભાવસાર
સત્તા અને સટ્ટામાં સામ્યતા શું?
- બંનેમાં પરસેવા વિના કમાણી થાય…
મારે પડોશણ સાથે કેવો વ્યવહાર રાખવો?
- પડોશણના પતિ અને તમારી પત્નીને ખબર ના પડે એવો …
પત્ની મને સોસાયટીની ચૂંટણીમાં ઊભા રહેવા આગ્રહ કરે છે..
- માની જાવ. નહીં તો ઘર બહાર ઊભા રાખશે…
જોરુ કા ગુલામ હોય તો રાજા કેમ નહીં?
- તમારી રાણીને પૂછી જોજો.!
મારી પત્ની કજિયાળી છે. શું કરું?
- તમેય સામે કજિયાની બાજી માંડો…
શું યાદ રાખવું જોઈએ?
- પત્નીની બર્થ ડેટ, સાસુ સસરાની મેરેજ ડેટ અને બાકી લોનના હપ્તા.
પૈસા વિના શોપિંગ કરવું હોય તો?.
- વિન્ડો શોપિંગ શ્રેષ્ઠ !
લવ રિલેશનમાં બ્રેક અપ પછી શું?.
- હાર્ટ ચેકઅપ….
આપણે ત્યાં રામરાજ્ય ક્યારે આવશે?
- સોનાની લંકા બન્યા પછી…
વિદ્યા વિનયથી, તો વિનય શેનાથી શોભે?
- વિદ્યા નામની પત્નીથી !.
કયો ચાટ ચિંતા કરાવે?
- ઉચાટ….
નેતા પુત્રી સાથે લગ્ન કરવાથી શું મળે?
- સરકારી કોન્ટ્રાકટનાં અખૂટ વચનો…!
કરકસર બીજો ભાઈ. તો બહેન કોણ?
- બચત.
મને રાજયોગ હોવાનું જ્યોતિષીએ કહ્યું છે…
- બીજા શબ્દોમાં તમને સપનાં જોવાનો સારો યોગ છે
તમે છેલ્લે કઈ ચિંતા જાતે દૂર કરી?.
- સેલોટેપ લગાડેલી પાંચસોની નોટ પેટ્રોલ પંપવાળાને પધરાવી..! .
મંદિરમાંથી લોન મળે?* મળે…પૂજારીને ફોડવાથી નહીં, પણ કે ટ્રસ્ટીને ફોસલાવવાથી જરૂર મળે!
આપણ વાંચો: તસવીરની આરપારઃ દિવાળીના વેકેશનમાં જેસલમેર રણ સફારીની મોજ માણવા જેવી ખરી



