રમૂજી સવાલના મનમોજી જવાબ

- દર્શન ભાવસાર
માતા શિક્ષક ગણાય તો પત્ની?
- મહા-શિક્ષક…
વાંદરો ગુલાંટ ખાવાનું કેમ ભૂલતો નથી? - ભૂલી પણ જાય તો વાંદરી સજા કરે!
પ્રોફેસર ભૂલકણા શેમાં શેમાં હોય છે ? - પગાર સિવાયની બધી બાબતમાં…
કઈ રેખાને પામવી અઘરી? - અભિનેત્રી રેખા…
પાકિસ્તાન ક્યારે સીધું થશે? - ભારત જ્યારે ખરાખરીના પાઠ ભણાવશે ત્યારે…
લગ્ન માટે જન્માક્ષરમાં ગુણાંક ના મળે તો? - જ્યોતિષને બમણાં ગુણાંકની દક્ષિણા આપવી…
ડોક્ટર ભગવાન ગણાય. તો કમ્પાઉન્ડર? - પૂજારી!
નોકરીદાતા પગાર કેવી રીતે બચાવી શકે? - કર્મચારીનો એકાદ મહિનાનો પગાર ગપચાવીને…
ઝોકું આવી જાય તો? - ખાઈ લેવાનું … બગાસાની જેમ!
લોકો કઈ ફિલ્મ મફત જોવા તૈયાર હોય? - ફિલમ ઊતરતી હોય એની.
મદહોશીમાં શું થાય? - ભલભલાના હોશકોશ ન રહે…
જૂનું એટલું સોનું… તો નવું એટલે? - નવું અને વધુ મોંઘું સોનું!
સપનાં સાચાં ક્યારે લાગે? - સૂતા હોઈએ ત્યારે…
પોલીસ પીધેલાને જ કેમ પકડે છે? - કારણ કે પેલા પીતા હોય ત્યારે એનું પીવાઈ જાય ત્યાં સુધી પોલીસ રાહ જોતી હોય છે…
ઝેરના પારખાં કેમ ના થાય? - જેમાં મરી જવાય એવા ખતરાના અખતરા કોણ કરે.
પડ્યા પર પાટું એટલે? - પ્રેમિકાના પિતા ના પાડી દે પછી પ્રેમિકા પણ ના પાડે એને!
આપણ વાંચો: અજબ ગજબની દુનિયા