ઈન્ટરવલ

તસવીરની આરપારઃ ગજરૂપ સાગર સવંગિયા માતાજીનું ક્લાત્મક મંદિર…

  • ભાટી એન.

ભારત દેશમાં માતાજી એટલે સ્ત્રી શક્તિનું પ્રદાન વિશિષ્ટ અને ઐતિહાસિક રહ્યું છે. આ દેશમાં ભિન્ન ભિન્ન જાતી, ભાષા, પહેરવેશ, રીતરિવાજ છે, તેમ છતાં હિન્દુસ્તાનની એકતા અખંડ છે, દેશ હિત માટે બલિદાન આપનાર આ ઇન્ડિયામાં સ્ત્રી માતૃ શક્તિ રણચંડી બની લડી છે. જી હા, આપણા દેશમાં જેમ ભગવાનનાં અગણિત મંદિર છે, તેમ માતાજીનાં મંદિરો અગણિત છે.

આ દેશમાં અસંખ્ય માતાજી મૂળ વાત કરું તો શિવ =શક્તિમાંથી બધું સર્જન થયું છે, બહુ નામ જૂજવા પછી ઘણા નામે શક્તિ એટલે માતાજી છે, એવું વિરલ વ્યક્તિત્વ એટલે સવંગિયા માતાજીનાં રાજસ્થાનમાં ઘણા મંદિરો આવેલ છે, તેમાં તનોટરાય, તાંબડેરાય, ઘંટીયાલીરાય, દેવરાય, ભાદરીયારાય, અને જેસલમેરમાં ગજરૂપ સાગરરાય વિશે અને સવંગિયા માતાજીનો ઇતિહાસ વિશે જાણીશું.

જેસલમેર આમતો પ્રવાસન માટે ખુબ મહત્ત્વનું ડેસ્ટીનેશન છે, ત્યાં ફરવા લાયક અસંખ્ય લોકેશન છે. જ્યાં જુઓ ત્યાં કલાનો ભવ્ય ભંડાર છે, આ મરું ભૂમિ આમતો રેગીસ્તાન છે, ત્યાં રેતીનાં ઢેર… હી ઢેર દ્રષ્ટિગોચર થાય રેતી જુઓ તો પીળી પણ ત્યાંનો પથ્થર પણ પીળો એટલે ગોલ્ડન સોના જેવો છે, એટલે જેસલમેરને (ગોલ્ડન સિટી)નું બિરુદ મળેલ છે તેના રાજા વશંજો ભાટી રાજપૂતોનાં શાશનમાં જેસલમેર કિલ્લો આજે ઐતિહાસિક બેમિસાલ છે.

‘ગઢ દિલ્હી, ગઢ આગ્રા, ગઢ હી બિકાનેર ભલો ચણાઈ ભાટિયો ગઢ હી જેસલમેર’

આ જેસલમેરથી ચાર કિલોમીટર દૂર એક ડુંગરા નજીક ગજરૂપ સાગર તળાવ આવેલ છે ત્યાં થોડા પગથિયાં ચડીને ઉપર જતા સોનેરી પથ્થરથી અને ક્લાત્મક ‘ગજરૂપ સાગર સવંગિયા માતાજીનું ક્લાત્મક મંદિર છે. અહીંના રાજવી ગજસિંગ દ્વારા 1855માં નિર્માણ કરેલ.

અહીં પણ બ્લેક સંગેમરમરમાંથી બનાવેલ સાત બહેનો અને તેના ભાઈની મૂર્તિઓ હારબંધ છે, મારી મતિ મુજબ કહું તો આમ જ આઈ શ્રી ખોડિયાર માતાજી પણ સાત બહેનો અને તેનો ભાઈની કથા મામડિયા ચારણ સાથે વણાયેલ છે. જેમ જેમાં આવડ માતાજી તે સવંગિયા માતાજી છે તેવો લોકમત છે, રાજસ્થાનમાં સવંગિયા માતાજી કહે છે, તેજ રીતે ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં બહેન છે, કહે છે.

આ મંદિર ડુંગર પર છે અને ત્યાંથી જેસલમેર રળિયામણું દેખાય છે, ત્યાં રહેવાની સુવિધા છે, પણ ખાલી રૂમ હોય તો આપે છે, અને નેચરલ વાતાવરણથી મન પુલકિત થઈ જાય છે. પરંપરાગત ઇતિહાસ લેખકો ચરણના રેકોર્ડ મુજબ, હિંગળાજ માતાએ તનોટ માતા તરીકે પુનર્જન્મ લીધો અને જે પછીથી કરણી માતા તરીકે પુનર્જન્મ પામ્યા.

ઘણા સમય પહેલા મામડિયા ચારણ નામનાં વ્યક્તિ હતા, જેમને કોઈ ‘પુત્ર-પુત્રી’ એટલે કે કોઈ સંતાન નહોતું. તેઓ સંતાન પ્રાપ્તિ માટે લગભગ સાત વખત હિંગળાજ માતા પાસે પગપાળા ગયા હતા. એક રાત્રે, જ્યારે હિંગળાજ માતાએ સ્વપ્નમાં મામડિયા ચારણ (ગઢવી) ને પૂછ્યું કે, ‘તમારે પુત્ર જોઈએ છે કે પુત્રી?’ ત્યારે ચારણે કહ્યું કે ‘તમારે મારા ઘરે જન્મ લેવો જોઈએ.’ હિંગળાજ માતાની કૃપાથી, તે ઘરમાં સાત પુત્રીઓ અને એક પુત્રનો જન્મ થયો. આમાંથી એક આવડ માતા હતી, જેને તનોટ માતા તરીકે ઓળખવામાં આવે છે.

828 એ.ડી.માં ભાટી રાજપૂત રાજા તનુ રાવ દ્વારા મંદિરનું નિર્માણ અને શાસન કરનાર દેવતાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારથી, ભાટી રાજપૂતો અને જેસલમેરના લોકો પેઢીઓથી આ મંદિરની પૂજા અને આદર કરે છે. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા તનોટ પર હુમલો કરવામાં આવ્યો હતો, જે દરમિયાન મંદિર તરફ 3,000 બોમ્બ છોડવામાં આવ્યા હતા. જોકે, સ્થાનિક માન્યતા મુજબ, બોમ્બ કાં તો પોતાનું લક્ષ્ય ચૂકી ગયા હતા અથવા ફૂટ્યા ન હતા.1965ના યુદ્ધ પછી, ભારતના સરહદ સુરક્ષા દળ (BSF) એ મંદિરની જવાબદારી સંભાળી અને તેનું સંચાલન અને જાળવણીની જવાબદારી સંભાળી છે.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તનોટ પર ફરીથી હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે હુમલો કરનારા ટેન્કો રેતીમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે ભારતીય વાયુસેના તેમને નષ્ટ કરી શકી હતી. 1971ના યુદ્ધ પછી, ભારતીય સેનાએ લોંગેવાલાના યુદ્ધમાં વિજયની યાદમાં મંદિર પરિસરની અંદર વિજય સ્તંભ બનાવ્યો. ભારતીય સેનાના 120 પાયદળ સૈનિકોની એક કંપનીએ 2000 પાકિસ્તાની સૈનિકોના એક ડિવિઝનને હરાવ્યું. આમ તનોટરાયજી માતાજી તો વિશ્વ વિખ્યાત છે.

આપણ વાંચો:  ઔર યે મૌસમ હંસીં… : સ્પીકર ફોન ચાલુ કરીને વાતો કરવી કેટલી યોગ્ય?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button