Top Newsઇન્ટરનેશનલ

ભારતીય મૂળના ઝોહરાન બન્યા ન્યૂ યોર્કના મેયર; આ બે રાજ્યોમાં પણ ડેમોક્રેટ્સ જીત્યા; ટ્રમ્પ યુગના અંતની શરૂઆત?

ન્યુ યોર્ક: યુનાઇટેડ સ્ટેટ્સના રાજકરણમાં મોટા ફેરફારના સંકેતો જોવા મળી રહ્યા છે, ન્યૂ યોર્ક સિટીના મેયરની ચૂંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ભારતીય મૂળના ઉમેદવાર ઝોહરાન મમદાનીની જીત થઇ છે, તેમણે અપક્ષ ઉમેદવાર એન્ડ્રુ કુઓમો અને રિપબ્લિકન કર્ટિસ સ્લિવાને હરાવ્યા. ઝોહરાન સમાજવાદી વિચારધારા સાથે જોડાયેલા છે, તેઓ ન્યુ યોર્કના પહેલા મુસ્લિમ મેયર બનાયા છે. 34 વર્ષીય ઝોહરાન ન્યુ યોર્ક સૌથી નાની ઉંમરના મેયર બન્યા છે, તેઓ હાલના મેયર એરિક એડમ્સનું સ્થાન લેશે.

ન્યુ યોર્કમાં ઝોહરાનની જીત ઉપરાંત વર્જિનિયા અને ન્યુ જર્સી રાજ્યોના ગવર્નરની ચૂંટણીમાં પણ ડેમોક્રેટિક પાર્ટીની મોટી જીત થઇ છે, આ ત્રણેય જીતને ટ્રમ્પના યુગની અંતની શરૂઆત માનવામાં આવે છે.

ટ્રમ્પ અને મસ્કની ધમકી નિષ્ફળ નીવડી:

નોંધનીય છે કે ગઈ કાલે 4 નવેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીના થોડા કલાકો પહેલા જ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો લોકો મમદાનીને ન્યુયોર્કના મેયર તરીકે ચૂંટશે, તો તેઓ ન્યુ યોર્કને મળતા ફેડરલ ફંડમાં કાપ મુકશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ન્યુ યોર્ક આર્થીક અને સામાજિક રીતે બરબાદ થઇ જશે. બિલિયોનેર ઉધ્યોગપતિ ઈલોન મસ્કે પણ ન્યુયોકના લોકોને મમદાની વિરુદ્ધ મતદાન કરવા કહ્યું હતું, પરનું ન્યુયોકના લોકોએ મમદાની પર વિશ્વાસ દાખવ્યો છે અને તમને જંગી મતથી જીતાડ્યા છે.

ઝોહરાન મમદાની તેમના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન સતત ન્યુ યોર્કમાં જીવનનિર્વાહનો ખર્ચ ઘટાડવાનું વચન આપતા રહ્યા, જેને કારણે તેઓ ન્યૂ યોર્કવાસીઓમાં લોક પ્રિય બનાયા હતાં.

વર્જિનિયા- ન્યુ જર્સીમાં ડેમોક્રેટ્સની જીત:

એક તરફ ન્યુ યોર્કમાં ઝોહરાન મમદાની જીત થઇ છે, તો બીજી તરફ વર્જિનિયા રાજ્યના ગવર્નરની ચૂંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર એબીગેઇલ સ્પેનબર્ગરની જીત થઇ છે, તેઓ વર્જિનિયાના મહિલા ગવર્નર બન્યા છે. અને ન્યુ જર્સીમાં ડેમોક્રેટ મિકી શેરિલે ગવર્નરની ચૂંટણી જીતી.

2026ની મીડ ટર્મ ચૂંટણીઓ પહેલાં આ ત્રણ જીત ડેમોક્રેટિક પાર્ટીને મહત્વની છે, જેને રિપબ્લિકન ટ્રમ્પ માટે મોટો ફટકો માનવામાં આવે છે.

બરાક ઓબામાએ અભિનંદન પાઠવ્યા:

ડેમોક્રેટિક પાર્ટીની આ મહત્વની જીત અંગે યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું, “આજે રાત્રે જીતેલા તમામ ડેમોક્રેટિક ઉમેદવારોને અભિનંદન. આ જીત યાદ અપાવે છે કે જ્યારે આપણે મજબૂત, ભવિષ્યવાદી નેતાઓને આગળ કરીએ છીએ ત્યારે આપણે જીતી શકીએ છીએ. આપણે હજુ ઘણું કામ કરવાનું બાકી છે, પરંતુ ભવિષ્ય થોડું ઉજ્જવળ દેખાય છે.”

આ પણ વાંચો…અમેરિકી રાજકારણમાં ‘દેશી’ દબદબો: મેયરની ચૂંટણીમાં ભારતીય-અમેરિકનોનું વધતુ વર્ચસ્વ!

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button