ઇન્ટરનેશનલ

ઝોહરાન મમદાનીએ વિજય ભાષણમાં નહેરુને યાદ કર્યા અને ધૂમ મચાલે ગીત સાથે ઉજવણી, ટ્રમ્પને ચેલેન્જ

ન્યુ યોર્ક: યુએસના મેગા સીટી ન્યુ યોર્કના મેયર પદની ચૂંટણીમાં ભારતીય મૂળના ડેમોક્રેટ ઉમેદવાર ઝોહરાન મમદાનીએ ઐતિહાસિક જીત (Zohran Mamdani won New York Mayoral election) મેળવી છે. તેઓ છેલ્લી એક સદીમાં ન્યુ યોર્કના સૌથી યુવા મેયર બન્યા. ચૂંટણીમાં જીત બાદ વિજય સભામાં ઝોહરાને ન્યુ યોર્કના લોકોનો આભાર માન્યો અને ટ્રમ્પ પર આકરા પ્રહાર કર્યા, તેમણે તેમની ભાષણ દરમિયાન ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના એક નિવેદનનો ઉલ્લેખ કર્યો. વિજય સભામાં બોલીવૂડનું લોક પ્રિય ‘ધૂમ મચાલે’ પણ વાગ્યું હતું.

ચૂંટણીમાં જીત બાદ વિજય સભામાં સમર્થકો સંબોધતા 34 વર્ષીય ઝોહરાન મમદાનીએ ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વતંત્ર સેનાની જવાહરલાલ નેહરુને યાદ કરીને તેમને જાણીતા ભાષણ “ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની”નો એક અંશ કહ્યો. ઝોહરાનનેકહ્યું, ” જવાહરલાલ નેહરુના શબ્દોમાં, ઇતિહાસમાં ભાગ્યે એવી ક્ષણ આવે છે, જ્યારે આપણે જૂના સમયથી નવા તરફ પ્રયાણ કરીએ છીએ, જ્યારે એક યુગનો અંત આવે છે, અને જ્યારે લાંબા સમયથી દબાયેલા રાષ્ટ્રની આત્માને વાચા મળે છે.”

200 વર્ષથી વધુ બ્રિટિશ શાસનથી ભારતનને સ્વતંત્રતા મળી ત્યારે 14 ઓગસ્ટ 1947ના રોજ નહેરુએ આપેલા ભાષણમાં આ શબ્દો કહ્યા હતાં.

ધૂમ મચાલે ગીત પર ઉજવણી:

ઝોહારાન મમદાનીના વિજય ભાષણના સમાપન પછી, જ્યારે તેમની પત્ની રામા દુવાજી સ્ટેજ પર ઉજવણી કરવા આવી ત્યારે બેક ગ્રાઉન્ડમાં 2004ની બોલીવુડ એક્શન ફિલ્મનું ગીત ‘ધૂમ મચાલે…’ ગીત વાગ્યું. ત્યાર બાદ તેની માતા ફિલ્મ ડાયરેક્ટર મીરા નાયર અને પિતા મહમૂદ મમદાની સ્ટેજ પર આવ્યા અને ઝોહારાનને ગળે લગાવ્યો.

ટ્રમ્પ પર પ્રહાર:

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપતા મમદાનીએ કયું, “હું યુવાન છું, હું મુસ્લિમ છું. હું એક ડેમોક્રેટિક સમાજવાદી છું. હું આ માટે દિલગીર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ, મને ખબર છે કે તમે આ જોઈ રહ્યા છો, તેથી મારી પાસે તમારા માટે ચાર શબ્દો છે; ટર્ન ધી વોલ્યુમ અપ.”

ન્યૂ યોર્કવાસીઓ આપ્યા વચનો:

વિજય ભાષણમાં મમદાનીએ કહ્યું, “હું તમામ ન્યૂ યોર્કવાસીઓ અધિકારો માટે લડીશ, પછી ભલે તે ઇમિગ્રન્ટ હોય, ટ્રાન્સ સમુદાયના સભ્ય હોય, કે ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ નોકરીમાંથી કાઢી મૂકેલી ઘણી બ્લેક મહિલાઓ હોય, કરિયાણાના ભાવ ઘટવાની રાહ જોતી સિંગલ મધર હોય, અથવા નિરાશા ડૂબેલી કોઈ અન્ય કોઈ વ્યક્તિ હોય.”

આપણ વાંચો:  ન્યૂ યોર્કના પેહલા મુસ્લિમ, ભારતીય મૂળનો, સૌથી નાની ઉંમરનો મેયર ઝોહરાન મમદાની કોણ છે?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button