ન્યૂ યોર્કના નવા મેયરના માતા ભારતના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર! જાણો એમના જીવન વિષે

ન્યુ યોર્ક: ન્યુ યોર્ક સિટીના મેયર પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઝોહરાન મમદાનીએ જીત મેળવી ઈતિહાસ રચ્યો છે. 34 વર્ષીય ઝોહરાન ભારતીય મૂળના છે, તેઓ ભારતના ફિલ્મ ડાયરેક્ટ લેખિકા મીરા નાયર અને યુગાન્ડાના લેખક મહમૂદ મમદાનીના દીકરા છે.
મીરા નાયર ભારતના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર છે. તેમની ફિલ્મો દ્વારા મીરા નાયરે ભારતીય વાર્તાઓને વિશ્વ ફલક પર મૂકી હતી, મીરા નાયરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા પુરસ્કારો મળી ચુક્યા છે. મીરા નાયરે “સલામ બોમ્બે!”, “મોન્સૂન વેડિંગ”, “ધ નેમસેક” અને “કામસૂત્ર: અ ટેલ ઓફ લવ” જેવી જાણીતી ફિલ્મો બનાવી છે.
1988માં રિલીઝ થયેલી મીરા નાયર દિગ્દર્શિત ફિલ્મ ‘સલામ બોમ્બે’ને એકેડેમી એવોર્ડ, બાફ્ટા એવોર્ડ અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે નોમિનેશન મળ્યું હતું.
2001માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ મોન્સૂન વેડિંગને 58મા વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન લાયન એવોર્ડ જીત્યો; આ ફિલ્મને બાફ્ટા એવોર્ડમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ માટે પણ નોમિનેશન મળ્યું.
તાજેતરમાં તેમની “અ સુટેબલ બોય” ખુબ લોકપ્રિય રહી. તેમણે “ક્વીન ઓફ કેટવે” અને “વેનિટી ફેર” જેવી ટીવી સિરીઝની પણ ઘણી પ્રશંસા તહી રહી છે.
તેમણે જામા મસ્જિદ સ્ટ્રીટ જર્નલ (1979), સો ફાર ફ્રોમ ઇન્ડિયા (1982), ઇન્ડિયા કેબરે (1985) અને ચિલ્ડ્રન ઓફ અનડિઝાયરડ સેક્સ(1987) જેવી ડોકયુમેન્ટરી ફિલ્મો બનાવી છે.
મીરામાં પિતા IAS અને માતા સામાજિક કાર્યકર:
મીરા નાયર પિતા અને ઝોહારાનના નાના, અમૃત લાલ નાયર IAS અધિકારી હતા. મીરાના માતા, પરવીન નાયર એક સામાજિક કાર્યકર હતાં. મીરાએ ભુવનેશ્વર અને શિમલામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, ત્યાર બાદ દિલ્હી યુનિવર્સિટીના મિરાન્ડા હાઉસમાંથી સમાજશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યાર બાદ મીરાને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્કોલરશીપ મળી, પરંતુ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું પસંદ કર્યું.
મહમૂદ મમદાની સાથે બીજા લગ્ન:
ઝોહારાનના પિતા મહમૂદ મમદાનીની મીરા નાયરના બીજા પતિ છે. મીરાના પહેલા પતિ ફોટોગ્રાફી શિક્ષક મિશેલ એપ્સ્ટાઇન હતા. બંનેની પહેલી મુલાકાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં થઈ હતી, બને એ પંજાબી રીતરિવાજથી લગ્ન કર્યા હતા, પરંતુ 10 વર્ષ બાદ બંને એ છુટાછેડા લીધા. થોડા વર્ષો બાદ મીરાએ મહમૂદ મમદાનીના સાથે લગ્ન કર્યા, જ્યારે મહમૂદ મમદાનીના સાથે લગ્ન કર્યા ત્યારે ઝોહરાન મીરા ગર્ભમાં હતો. ઓક્ટોબર 1991 માં ઝોહરાનનો જન્મ થયો.



