ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઝેલેન્સ્કીનો ચોંકાવનારો દાવોઃ પુતિનનું ટૂંક સમયમાં મોત થશે…

મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું, રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેમનું મોત થઈ જશે. ઉપરાંત તેણે અમેરિકાને પુતિન જીવે ત્યાં સુધી મજબૂતીથી સાથ આપવાની અપીલ કરી હતી.

પુતિન યુરોપીય સંઘને નબળું પાડવાની કોશિશ કરી રહ્યા હોવાનું ઝેલેન્સ્કીએ કહ્યું હતું. તેઓ જલદી મરી જશે અને યુદ્ધ પણ સમાપ્ત થઈ જશે તેમ જણાવ્યું હતું. ઝેલેન્સ્કીના દાવા બાદ રશિયાના રાષ્ટ્રપ્રમુખના સ્વાસ્થ્યને લઈ અટકળો વેગીલી બની ગઈ છે. એક અહેવાલ મુજબ, પુતિનનો ચહેરો વારંવાર સોજી ગયેલો જોવા મળે છે. તેઓ લાંબા સમયથી બીમાર હોવાથી પદ છોડવાના છે તેવી અટકળો થઈ રહી છે.

આ પણ વાંચો: લીક થઈ ગયો ટ્રમ્પનો વોર પ્લાન? જાણો કોણ હતું ટાર્ગેટ અને કેવી રીતે થયો ખુલાસો

એક તસવીર શેર કરતાં જાણીતા મીડિયા હાઉસે દાવો કર્યો છે કે, વ્લાદિમીર પુતિનનું સ્વાસ્થ્ય બરાબર નથી. પુતિને ટેબલને એક હાથે ખૂબ જ મજબૂતાઈથી પકડ્યું છે. આ જ આધારે તેમની તબિયતને લઈને દાવા કરવામાં આવી રહ્યા છે. આ મીડિયા હાઉસ અવાર-નવાર પુતિનની તબિયતને લઈને આવી આશંકા વ્યક્ત કરતી રહે છે.

આ પણ વાંચો: Russia-Ukraine War: સાઉદી અરેબિયામાં અમેરિકા અને રશિયા વચ્ચે વાટાઘાટો શરૂ

બુધવારે ઝેલેન્સ્કીની મુલાકાત ફ્રાન્સના નેતા ઇમેનુઅલ મેક્રો સાથે થઈ હતી. આ દરમિયાન ઝેલેન્સ્કીએ કહ્યું કે, પુતિન તો યુરોપને પણ ટાર્ગેટ કરવા ઇચ્છે છે. જેના માટે અંદરથી જ અભિયાન શરુ કરી દીધું છે અને હંગેરી તેમની સાથે છે. પરંતુ, જલ્દી વ્લાદિમીર પુતિનનું મોત થઈ જશે. આ હકીકત છે અને આ સાથે જ તમામ સંઘર્ષ સમાપ્ત થઈ જશે. મને વિશ્વાસ છે કે, અમેરિકાના દબાણમાં કોઈપણ શરત વિના રશિયા યુદ્ધવિરામ માટે રાજી થઈ જશે. અમે શાંતિ ઇચ્છીએ છીએ પરંતુ, રશિયા સતત અમારી ઉપર હુમલા કરાવી રહ્યું છે. તે સામાન્ય નાગરિકો પર પણ હુમલા કરાવે છે. યુદ્ધવિરામની શરત એકલું રશિયા નક્કી ન કરી શકે. મેક્રોએ કહ્યું, રશિયા કહે છે તેઓ શાંતિ ઈચ્છે છે પરંતુ તેમ છતાં રહેણાંક મકાનો સહિત યુક્રેનમાં અનેક જગ્યાએ હુમલા કરી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button