નેપાળમાં ઓલી સરકારને ઉથલાવી નાખનાર 36 વર્ષનો યુવાન છે કોણ?

નેપાળની રાજધાનીની શેરીઓમાં લાખો યુવાનોના વિરોધ પ્રદર્શનથી ગુંજી ઊઠી હતી. સરકારના સોશિયલ મીડિયા પર પ્રતિબંધના નિર્ણયથી ભડકેલા યુવાનો આંદોલન ગઈકાલે શરૂ કર્યું હતું. પરંતુ આ ઐતિહાસીક આંદોલનના કથાનો પ્રારંભ ઘણા સમય પહેલા જ થઈ ચૂક્યો હતો. નેપાળના જનરલ-ઝેડ ચળવળ પાછળ ફક્ત એક જ ચહેરો હતો છે જેનું નામ છે સુદાન ગુરુંગ. 36 વર્ષના સુદાન ગુરુંગ નામના યુવાનના એક અવાજે લાખો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનોમાં 20 લોકોના મોત થયા અને 200થી વધુ ઘાયલ થયા હતા છતાં યુવાનોનો જોશ ઘટ્યો નથી, પરિણામે આ આંદોલનથી નેપાળના ગૃહ, કૃષિ અને આરોગ્ય મંત્રી પછી વડા પ્રધાનને પણ રાજીનામું આપવાની ફરજ પડી છે.
સુદન ગુરુંગના એક આહ્વાન પર નેપાળના લાખો યુવાનો આઠમી સપ્ટેમ્બરે શેરીઓ પર ઉતરી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પ્રતિબંધના સરકારી નિર્ણયે યુવાનોના ગુસ્સાને વધુ હવા આપી હતી. સુદનના સંગઠન ‘હામી નેપાળ’એ આ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. પ્રદર્શનકારીઓએ વીપીએનનો ઉપયોગ કરીને એકબીજા સાથે સંકલન કર્યું અને સરકાર સામે પોતાની માંગણીઓ મજબૂત રજૂઆત કરી હતી. આ આંદોલને નેપાળની ઓલી સરકારને યુવાનોની શક્તિનો અહેસાસ કરાવ્યો.
‘હામી નેપાળ’ની ભૂમિકા
સુદન ગુરુંગનો ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળેલા હતા. નેપાળમાં 2015માં આવેલા ભૂંકપ બાદ તેણે એક બિનનફાકારક હામી નેપાળ નામનું સંગઠન બનાવ્યું હતુ. જે બાદ તેણએ ઈવેન્ટ મેનેજમેન્ટ છોડીની લોક સેવા અને માનવતાની સેવા શરૂ કરી હતી. તેમણે 2020માં આ હામી નેપાળ સંગઠનને રજિસ્ટર કરાવ્યું હતું હતું. આ સંગઠન નેપાળના યુવાનોની સમસ્યાઓને ઉઠાવે છે. અને ભ્રષ્ટાચાર, આર્થિક અસમાનતા અને કુશાસન સામે પોતાનો મજબૂત અવાજ ઉઠાવે છે. સુદનના નેતૃત્વે યુવાનોને એક મંચ પર લાવ્યા, જેણે આ આંદોલનને ઐતિહાસિક બનાવ્યું.
સુદન ગુરુંગનો સંદેશ
સુદન ગુરુંગે 8 સપ્ટેમ્બરના આંદોલન પહેલાં ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેણે યુવાનોમાં જોશ ભર્યો. તેમણે લખ્યું, “ભાઈઓ અને બહેનો, 8 સપ્ટેમ્બર એ દિવસ છે જ્યારે નેપાળના યુવાનો ઊભા થશે અને કહેશે કે હવે બસ! આ આપણો સમય છે, આપણી લડાઈ છે, અને આ યુવાનો દ્વારા શરૂ થશે.” આ પોસ્ટમાં તેમણે એકતાની શક્તિ અને સરકાર સામે અવાજ ઉઠાવવાનું આહ્વાન કર્યું, જેના પરિણામે યુવાનોએ શેરીઓ પર ઉતરીને પોતાની તાકાત બતાવી.
આ આંદોલન નેપાળના યુવાનોની શક્તિ અને એકતાનું પ્રતીક બન્યું. ભ્રષ્ટાચાર, આર્થિક અસમાનતા અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ જેવા મુદ્દાઓએ યુવાનોને એકજૂટ કર્યા. સુદન ગુરુંગના નેતૃત્વમાં ‘હામી નેપાળ’એ યુવાનોના હૃદયમાં સ્થાન મેળવ્યું અને સરકાર પર દબાણ લાવ્યું. આ ઘટનાએ નેપાળના રાજકીય દૃશ્યમાં યુવા શક્તિના મહત્વને ઉજાગર કર્યું, જે ભવિષ્યમાં પણ દેશની દિશા બદલી શકે છે.
આ પણ વાંચો…નેપાળ સરકારે કરી મોટી ભૂલ! આ કારણે યુવાનો વિફર્યા અને સરકારને ઝુકાવી…