ઇન્ટરનેશનલનેશનલ

World Bankએ પાકિસ્તાનને આ પ્રોજેક્ટ માટે આપી મોટી લોન

ઈસ્લામાબાદઃ વર્લ્ડ બેન્કે (World Bank) પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચીન સમર્થિત દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે એક અબજ ડોલરની વધારાની લોનને મંજૂરી આપી છે. મીડિયા અહેવાલ અનુસાર આ પ્રોજેક્ટ માટે વૈશ્વિક ધિરાણકર્તા દ્વારા ત્રીજી મોટી લોન અપાઇ છે. વર્લ્ડ બેન્કે અગાઉ પ્રારંભિક કામો માટે 588.4 મિલિયન ડોલર અને પ્રોજેક્ટમાંથી વીજળી પ્રસારિત કરવા ટ્રાન્સમિશન લાઇન બાંધવા માટે વધારાના 700 મિલિયન ડોલર પ્રાપ્ત કર્યા હતા.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં દાસુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ઇસ્લામાબાદથી આશરે 300 કિમી ઉત્તરમાં સ્થિત છે. આ પ્રોજેક્ટ વર્લ્ડ બેન્ક પાસેથી ફંડ મેળવવાની સાથે સાથે ચીની ગેઝુબા કંપની દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટના નિર્માણમાં સામેલ ચીની નાગરિકોને નિશાન બનાવતા ઓછામાં ઓછા બે ઘાતક આતંકવાદી હુમલાઓ પણ થયા છે.

આ પણ વાંચો: ગદ્દાર; ભરૂચમાં રહી પાકિસ્તાનને આપતો હતો ભારતની ગુપ્ત માહિતી : સીઆઇડી એ ઝડપી લીધો

વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે તેણે દાસુ હાઇડ્રોપાવર સ્ટેજ-1 (ડીએચપી-1) પ્રોજેક્ટ માટે 1 અબજ ડોલરની વધારાની લોનને મંજૂરી આપી છે. વધુમાં વર્લ્ડ બેન્કે કહ્યું હતું કે આ લોન હાઇડ્રોપાવર વીજળી પુરવઠાના વિસ્તરણને મદદ કરશે. સ્થાનિક સમુદાયો માટે સામાજિક-આર્થિક સેવાઓના સુધારામાં મદદ કરશે અને ભાવિ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ તૈયાર કરવા માટે વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટીની ક્ષમતાનું નિર્માણ કરશે.

પાકિસ્તાન માટે વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડાયરેક્ટર નાજી બેનહાસીને જણાવ્યું હતું કે દેશનું ઉર્જા ક્ષેત્ર સસ્તું, ભરોસાપાત્ર અને ટકાઉ ઉર્જા પ્રાપ્ત કરવા માટે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે.

દાસૂ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ વિશ્વની શ્રેષ્ઠ હાઇડ્રોપાવર સાઇટ્સમાંની એક છે અને તે પાકિસ્તાનના ઉર્જા ક્ષેત્ર માટે ગેમ ચેન્જર છે. વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી હાઇડ્રોપાવર પ્લાન્ટની સ્થાપિત ક્ષમતા 4,320-5,400 મેગાવોટ હશે.

નોંધનીય છે કે ચીની ગેઝુબા ગ્રુપ કંપની દાસૂ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટર તરીકે સેવા આપે છે. મોંઘા આયાતી ઇંધણ આધારિત વીજ ઉત્પાદન પર નિર્ભરતા ઘટાડવા માટે પાકિસ્તાનને તાત્કાલિક સસ્તા વીજળી સંસાધનોની જરૂર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ