ઇઝરાયલ પોતાના બંધકોને હેમખેમ લાવવા માટે હમાસનો આ કરાર માનશે?

ઈઝરાયલી સેનાએ ઉત્તરી ગાઝામાં પોતાનું ઓપરેશન લગભગ પૂરું કરી લીધું છે. હવે ઇઝરાયલી સરકાર અને IDF અધિકારીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે શું સેનાએ દક્ષિણ ગાઝા પર આક્રમણ શરૂ કરવું જોઈએ કે પછી બંધકો માટે જે કરાર થવાનો છે તેની રાહ જોવી જોઈએ.
જેરુસલેમ પોસ્ટના અહેવાલ પ્રમાણે ઇઝરાયલ બંધકોને મુક્ત કરવા માટે હમાસ સાથે વાતચીત કરી રહ્યું છે અને બંધકો પાછા આવે તે માટે કેટલાક કરાર કરવા પણ તૈયાર છે. જો કે એવી પણ સંભાવના છે કે હમાસ ઇઝરાયલ પાસે તમામ બંધકોને છોડાવવાના બદલામાં તેના કેટલાક લોકોને મુક્ત કરવાની માંગણી કરી શકે છે.
ઇઝરાયલ આવા સોદા માટે સંમત થાય કે ન થાય પણ IDF એ મોટાભાગના ઉત્તરી ગાઝા પર નિયંત્રણ મેળવી લીધું છે અને અત્યારે દક્ષિણ ગાઝા પર કેવી રીતે હુમલો કરવો તેની તૈયારીઓ કરી રહ્યું છે. અને જો એકવાર IDF દક્ષિણ ગાઝા પર હુમલો કરશે તો તેને માત્ર સેના જ નહીં પરંતુ વાયુસેના અને નૌકાદળના સમર્થનની પણ જરૂર પડશે. ત્યારે હવે ઇઝરાયલ માટે એ નક્કી કરવું થોડું અઘરું છે કે કરાર માટે તૈયાર થવું કે હુમલો કરવો જો કે ઇઝરાયલના વડા પ્રધાનનું પહેલાથી જ કહેવું છે કે અમારા બંધકોને જેટલી બને તેટલી ઝડપથી પરત મોકલી દો નહી તો અમે હમાસને ખતમ કરી દઇશું.
આમ જોઇએ તો ઇઝરાયલ કોઇ પણ ભોગે પોતાના નાગરિકોને છોડાવવા માટે જહેમત કરી રહ્યું છે પરંતુ શું હમાસ તૈયાર થશે અને તો હમાસ બંધકોને છોડવા તૈયાર થાય તો તેના માટે એ ઇઝરાયલ સાથે કયા કરાર કરશે થે એક મહત્વની બાબત છે.