વિશ્વનો આ પ્રદેશ સૌથી સલામત છતાં બંદૂક વિના બહાર નથી નિકળી શકાતું, શું છે કારણ ?

આમ તો દુનિયાભરમાં સુરક્ષાની દ્રષ્ટી કોઈ પણ દેશ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. પણ શું તમે સાંભળ્યું છે કે સુરક્ષિત ન હોવાથી દેશમાં હથિયાર લઈ નાગરિકો બહાર નીકળવાની પરવાનગી મળે છે. તમારો જવાબ ના હશે કેમકે સુરક્ષિત ન હોવા છતા કોઈ પણ દેશમા હથિયાર રાખવાની પરવાનગી કોઈ પણ દેશ આપતું નથી. પરંતુ વિશ્વનો એક ખૂણો એવો પણ છે જેનો સમાવેશ સુરક્ષિત વિસ્તારમાં થાય છે. પરંતુ સુરક્ષિત હોવા છતાં સ્થાનિક લોકોને હથિયાર લઈ ઘરની બહાર નિકળવું પડે છે. હવે તમને પ્રશ્ન થશે સુરક્ષિત હોવા છતાં કેમ હથિયાર? આવો જાણીએ કે નોર્વેના આર્કટિક વિસ્તારમાં આવેલ સ્વાલબાર્ડ શહેરમાં કેમ લોકો હથિયાર વીના ઘર બહાર નીકળી શકતા નથી.
વાત નોર્વેના આર્ક્ટિક વિસ્તારમાં આવેલું સ્વાલબાર્ડ શહેરની છે. આ શહેર વિશ્વની સૌથી સુરક્ષિત જગ્યાઓમાથી એક માનવામાં આવે છે. આ શહેરમાં ગુનાહિત પ્રવૃતિ લગભગ નહીંવત છે. છતાં અહીંના લોકો ઘરની બહાર નીકળતી વખતે બંદૂક કે રાયફલ સાથે રાખે છે. આ શહેરમાં પોલર ભાલુની વસ્તી સારા પ્રમાણમાં રહે છે. જેના કારણે હથિયાર રાખવું જરૂરી બન્યું છે.
હથિયાર સાથે રાખવાનું કારણ
સ્થાનિક રહેવાસી પ્રમાણે આ શહેરમાં રહેલા લોકોની ઘરની બહાર નીકળતી વખતે બંદૂક કે રાયફલ રાખવી આદત છે. આનું મુખ્ય કારણ પોલર ભાલુઓ છે, જે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. આ ભાલુઓ ક્યાંય પણ અચાનક સામે આવી શકે છે, જેનાથી બચવા માટે હથિયાર જરૂરી બની જાય છે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગના રહેવાસીઓએ રાયફલ કે બંદૂકનો ઉપયોગ કર્યો નથી. પણ સાવચેતી માટે હંમેશા સાથે રાખે છે.
શહેરમાં હથિયાર પર પ્રતિબંધ
સ્વાલબાર્ડના ગવર્નર કાર્યાલયે સ્પષ્ટ કર્યું છે કે લોન્ગયરબાયેન શહેરની અંદર દુકાનો કે જાહેર ઇમારતોમાં લોડેડ બંદૂક લઈ જવા પર સખત પ્રતિબંધ છે. હથિયારનો ઉપયોગ ફક્ત જીવલેણ ખતરાની સ્થિતિમાં જ કરી શકાય છે. બંદૂક રાખવી ફરજિયાત નથી, પરંતુ પોલર ભાલુઓથી બચવા માટે સાવચેતી તરીકે તે જરૂરી ગણાય છે. નાગરિકોએ બંદૂક મેળવવા માટે ગવર્નર કાર્યાલયમાં અરજી કરવી પડે છે અને નિયમોનું પાલન કરવું પડે છે.
સ્વાલબાર્ડની સુરક્ષિત ખાસિયત
સ્વાલબાર્ડને વિશ્વની સૌથી સુરક્ષિત જગ્યાઓમાં ગણવામાં આવે છે. આ શહેરની ભૌગોલિક રચના તેને ભૂકંપ અને અન્ય કુદરતી આફતોથી બચાવે છે. અહીંની વસ્તી ખૂબ ઓછી છે, જેના કારણે અપરાધનું પ્રમાણ લગભગ નહીંવત છે. આ શહેરમાં કોઈ સ્થાયી નાગરિકો નથી, જે તેની સુરક્ષાનું એક કારણ છે. આ જ કારણે અહીં ગ્લોબલ સીડ વોલ્ટ બનાવવામાં આવ્યું છે, જ્યાં વિશ્વની તમામ વનસ્પતિ પ્રજાતિઓના બીજ સુરક્ષિત રાખવામાં આવે છે.
પોલર ભાલુઓનો ખતરો સ્વાલબાર્ડના રહેવાસીઓનું અભિન્ન ભાગ છે. જંગલ વિસ્તારમાં ફરતી વખતે રાયફલ અથવા ફ્લેર ગન રાખવી જરૂરી બની જાય છે. આ હથિયારો ફક્ત ધ્રુવીય ભાલુઓથી રક્ષણ માટે જ છે, અને તેનો ઉપયોગ અત્યંત સાવચેતી સાથે કરવામાં આવે છે. આ અનોખી જીવનશૈલી સ્વાલબાર્ડને એક અલગ પ્રકારનું આકર્ષણ આપે છે, જે તેને વિશ્વભરમાં અનોખું બનાવે છે.
આપણ વાંચો: 50% ટેરિફ બાદ પણ ટ્રમ્પનું પેટ ન ભરાયું? સેકન્ડરી સૈંક્શન લગાવવાની તૈયારી…