Video: રશિયામાં ભૂકંપને કારણે આ જ્વાળામુખી 600 વર્ષ બાદ ફાટ્યો; 6 કિમી ઊંચા રાખના વાદળો ઉઠ્યા | મુંબઈ સમાચાર

Video: રશિયામાં ભૂકંપને કારણે આ જ્વાળામુખી 600 વર્ષ બાદ ફાટ્યો; 6 કિમી ઊંચા રાખના વાદળો ઉઠ્યા

મોસ્કો: ગત બુધવારે રશિયાનાના પૂર્વ વિસ્તારમાં આવેલા કામચાટકામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો (Kamchatka earthquake) હતો, આ ભૂકંપની અસરથી રશિયા, જાપાન અને અલાસ્કામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીના મોજા ફરી વળ્યા હતાં. જોકે આ ભૂકંપની અસર હજુ પણ વર્તાઈ રહી છે, ગત રાત્રે કામચટકામાં આવેલો ક્રેશેનિનીકોવ જ્વાળામુખી (Krasheninnikov Volcano) ફાટ્યો હતો,

રશિયાની એક મીડિયા એજન્સીએ આપેલી જાણકારી 600 વર્ષ સુધી શાંત રહ્યા બાદ ક્રેશેનિનીકોવ જ્વાળામુખી ગત રાત્રે ફાટી નીકળ્યો હતો. ગયા અઠવાડિયે આવેલા જોરદાર ભૂકંપને કારણે જ્વાળામુખી સક્રિય થઇ ગયો હતો. શેર કરવામાં આવેલા વિડીયોમાં રાખના વાદળો નીકળતા જોવા મળે છે.

આપણ વાંચો: જો ભારતમાં ભૂકંપ આવે તો Android પર આવશે એલર્ટ, ફટાફટ ઓન કરી લો આ સેટિંગ…

6 કિમી ઊંચા રાખના વાદળો:

કામચટકા વોલ્કેનિક ઈરપ્શન રિસ્પોન્સ ટીમના જણાવ્યા મુજબ, છેલ્લા 600 વર્ષમાં ક્રેશેનિનીકોવ જ્વાળામુખીમાં આ પ્રથમ વાર વિસ્ફોટ થયો છે. બુધવારે આવેલા ભૂકંપને કારણે આ વિસ્ફોટ થયો હોઈ શકે છે. કામચટકા દ્વીપકલ્પ પરના સૌથી સક્રિય જ્વાળામુખી ક્લ્યુચેવસ્કોય(Klyuchevskoy)માં પણ વિસ્ફોટ થયો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ ક્રેશેનિનિકોવ છેલ્લે વર્ષ 146માં ફાટ્યો હતો. જેમાં 40 વર્ષનો તફાવત હોઈ શકે છે, ત્યારથી કોઈ વિસ્ફોટ થયો ન હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્વાળામુખી ફાટ્યા બાદ રાખના ગોટા 6,000 મીટર (3.7 માઇલ) સુધી ઉંચે પહોંચ્યા હતાં. જ્વાળામુખીની ઊંચાઈ 1,856 મીટર છે.

આપણ વાંચો: ઉત્તરાખંડ પર મોટા ભૂકંપનું જોખમ: વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી

રાખનું વાદળ પૂર્વ તરફ પેસિફિક મહાસાગર તરફ જઇ રહ્યું છે, કોઈ માનવ વસાહતને જોખમ નથી. જો કે રૂટ પરથી પસાર થતા એરક્રાફ્ટ માટે ઓરેન્જ એવિએશન કોડ જાહેર કરવામાં આવ્યો છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button