ઈઝરાયલે ઈરાન પર કરેલા વિનાશક હુમલાનો નવો Video; ભયાનક દ્રશ્ય જોઇને કંપી ઉઠશો

તેહરાન: 13 જૂન, 2025ના રોજ ઇઝરાયલે ઈરાનના મિલીટરી અને ન્યુક્લિયર મથકો પર એર સ્ટ્રાઈક કરીને મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધ છેડ્યું હતું. ઈરાને વાળતો હુમલો કરી તેલ અવિવમાં ખુમારી સર્જી હતી. બંને દેશો વચ્ચે શરુ થયેલો આ સશસ્ત્ર સંઘર્ષ 12 દિવસ ચાલ્યો. આ યુદ્ધને કારણે દુનિયાભરના દેશો ચિંતામાં હતાં, પરંતુ અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધ વિરામ થયો હતો. હાલ કોઈ હુમલા નથી થઇ રહ્યા પણ, સંઘર્ષ ફરી શરુ થવાનો ભય છે. એવામાં ઇઝરાયલે ઈરાનના નાગરિક વિસ્તાર પર કરેલા એક ભયાનક હુમલાનો વિડીયો સામે આવ્યો છે.
ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાનના નગરિક વિસ્તારમાં મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હોલિવૂડ ફિલ્મોમાં જોવા મળતા દ્રશ્યો કરતા પણ વધુ ખતરનાક દ્રશ્યો આ વિડીયોમાં જોવા મળે છે.
કાર રમકડાંની જેમ ઉછળી:
સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે, ઇઝરાયલના હુમલામાં કેટલીક મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંથી એક ઇમારત પર અથડાઈ હતી. અહેવાલ મુજબ આ હુમલાનો ટાર્ગેટ તેહરાનના ઉત્તર ભાગમાં જિલ્લા-1 માં આવેલી ઈરાન સાકારની એક ઇમારત હતી, જો કે આ હુમલાને કારણે રસ્તામાં જઈ રહેલી ગાડીઓ પણ હવામાં ઉડી ગઈ હતી અને આજુ બાજુની ઇમારતોમાં પણ વિસ્ફોટ થયો હતો, જેને કારણે સંખ્યાબંધ ઈરાની નાગરીકોના મોત થયા હોવામાં આહેવાલ છે.
આ બાબત હવે ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલય દ્વારા તપાસ હેઠળ છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકમાં પાર્ક કરેલી કાર રમકડાંની જેમ હવામાં ઘણા ફૂટ ઉપર ઉડી હતી. ઈઝરાયલે 12 દિવસ ઈરાન પર કરેલા હુમલામાં કુલ 935 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં મોટા ભાગે સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.
ઇઝરાયલે ગાઝામાં નાગરિકોના લોહીની નદીઓ વહાવી;
બીજી તરફ ઈઝરાયલે ગાઝામાં હુમલા કરીને 57,000 થી વધુ પેલેસ્ટિનિયન નાગરીકોની હત્યા કરી છે, મૃતકોમાં મોટાભાગે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે ઇઝરાયલની નાકા બાંધીને કારણે લાખો લોકો ભૂખમારની હાલતમાં જીવી રહ્યા છે, હજારો લોકો ખોરાકનેના અભાવે મૃત્યુ પામે એવી શક્યતા છે. આ કૃત્યો બદલ ઇન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ (ICC) દ્વારા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને વોર ક્રિમીનલ જાહેર કરવામાં આવ્યા છેઅને તેમના વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…ઈઝરાયલ ઈરાન યુદ્ધવિરામ વચ્ચે પણ ઇરાન દહેશતમાં, સાઉદીના રક્ષા મંત્રી સાથે કરી આ વાત