ટ્રમ્પની H-1B વિઝા પર 1 લાખ ડોલરની ફી કોણે નહીં ભરવી પડે? USCIS કરી સ્પષ્ટતા

વોશિંગ્ટન ડીસી: ગત મહીને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએ યુએસના H-1B વિઝા પર $100,000 ની ફીની જાહેરાત કરી હતી, જેને કારણે યુએસમાં કામ કરવા ઈચ્છા ભારતીય લોકો મોટો ફટકો પડ્યો હતો. એવામાં યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ મોટી રાહતની જાહેરાત કકરી છે.
USCISએ તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ જેના H-1B સ્ટેટસ પહેલાથી સ્પોન્સર કરવામાં આવેલા છે, એવા આંતરરાષ્ટ્રીય સ્નાતકોએ નવી ફી ચુકવવાની રહેશે નહીં. અધિકારીઓએ એ પણ સ્પષ્ટતા કરી કે હાલના H-1B વિઝા ધારકોને ગયા મહિને જાહેર કરાયેલ ફી ચૂકવવાની રહેશે નહીં.
F-1 અને L-1 વિઝા ધારકોને રાહત:
USCIS દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સમાં સ્પષ્ટતા કરવામાં આવી છે, F-1 સ્ટુડન્ટ વિઝા અથવા L-1 પ્રોફેશનલ વિઝા જેવા માન્ય વિઝા પર યુએસમાં રહેતા લોકોને સ્ટેટ્સ ચેન્જ કરી H-1B વિઝા માટે અરજી કરતી વખતે નવી ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. H-1B વિઝા રીન્યુ કરવવા માંગતા લોકોને પણ નવી ફી ચુકવવાની રહેશે નહીં.
ભારતીયોને રાહત:
ગત મહીને H-1B વિઝા પર $1,00,000 ની ફીની જાહેરાત કરવામાં આવી ત્યારે ઘણી મૂંઝવણ ઉભી થઇ હતી. 21 સપ્ટેમ્બરના રોજ 12.01 વાગ્યેથી આ નવી ફી અમલમાં આવી હતી, જેના કારણે ભારતીય એમ્પ્લોયીઝ, યુએસ એપ્લોયર્સ અને ઇમિગ્રેશન લોયર્સમાં ગભરાટ ફેલાયો હતો.
હવે નવી ગાઈડલાઈન્સમાં “$100,000 ફી કોના પર લાગુ થશે” શીર્ષકવાળા વિભાગમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. જેને કારણે યુએસમાં રહેલા હજારો ભારતીય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને રાહત મળી છે. હાલમાં યુએસમાં લગભગ 3,00,000 ભારતીય કર્મચારીઓ H-1B વિઝા સાથે વસી રહ્યા છે, જેમાંથી મોટાભાગે ટેકનોલોજી અને સર્વિસ સેકટર સાથે જોડાયેલા છે.
ડેટા અનુસાર, નવા H-1B વિઝા ફાળવણીમાંથી 70% ભારતીયો મેળવતા હોય છે.
આ પણ વાંચો…યુએસમાં H-1B વિઝા પર ફી બાદ ભારતીયો માટે કેનેડાના દરવાજા ખુલશે! માર્ક કાર્નેએ આપ્યા આવા સંકેત