ઇન્ટરનેશનલ

ICE અધિકારીઓ દ્વારા મહિલાની હત્યા બાદ યુએસમાં વિરોધ પ્રદર્શનો; મિનિયાપોલિસમાં અથડામણ…

મિનિયાપોલિસ: બુધવારે યુનાઇટેડ સ્ટેટ્સ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ના અધિકારીઓએ મિનેસોટા રાજ્યના મિનિયાપોલિસ શેર પાસે માથામાં ગોળી મારીને એક મહિલાની હત્યા કરી હતી, આ ઘટનાને કારણે સમગ્ર યુએસમાં રોષની લાગણી ફેલાઈ છે, ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. ગઈ કાલે ગુરુવારે મિનિયાપોલિસમાં વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં, આ દરમિયાન લો એન્ફોર્સમેન્ટ એજન્ટો સાથે અથડામણની ઘટના બની હતી.

મિનિયાપોલિસમાં જ્યાં મહિલાની હત્યા કરવામાં આવી હતી, એ જગ્યાએ લોકો મીણબત્તીઓ અને ફૂલોથી લઇને પહોંચ્યા હતાં. ઈમિગ્રેશન વિરુદ્ધ કામ કરતી ફેડરલ ઓફીસની બિલ્ડીંગની સામે લોકો એકઠા થયા હતા અને “નો મોર ICE,” “ગો હોમ નાઝી,” “ક્વિટ યોર જોબ” જેવા નારા લગાવ્યા હતા. મિનિયાપોલિસમાં પ્રદર્શનકારીઓનો સામનો કરવા લો એન્ફોર્સમેન્ટ એજન્ટોને પેપરબોલ ગન અને ટીયર ગેસ સાથે તૈનાત કરવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ, પ્રદર્શનકારીઓની અધિકારીઓ સાથે અથડામણ થઇ હતી, સુરક્ષા અધિકારીઓને સ્મોક ગ્રેનેડ પણ છોડ્યા. અથડામણ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો…યુએસમાં ICE અધિકારીએ માથામાં ગોળી મારી મહિલાની હત્યા કરી: લોકોમાં રોષ, રાષ્ટ્રીયસ્તરે વિરોધની શક્યતા

ABC News (ગવર્નર ટિમ વોલ્ઝે)

તપાસ મામલે રાજ્ય-ફેડરલ અધિકારીઓ વચ્ચે સંઘર્ષ:
અહેવાલ મુજબ હત્યાની તપાસ મામલે મિનેસોટા રાજ્યના અધિકારીઓ અને ફેડરલ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મિનેસોટા રાજ્યના અધિકારીઓએ આરોપ લગાવ્યો કે FBI અધિકારીઓ તેમને તેમને તપાસમાં સામેલ થવાથી રોકી રહ્યા છે.હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમેં જણાવ્યું કે આ ઘટનાની તપાસ મિનેસોટાના અધિકારીઓના અધિકારક્ષેત્રની બહાર છે. જ્યારે રાજ્યના ગવર્નર ટિમ વોલ્ઝે જણાવ્યું કે આ તપાસમાં રાજ્યના અધિકારીઓ સામેલ હોવા જોઈએ.

રેની નિકોલ મેકલિન ગુડ

મૃતક મહિલા કવિયત્રી હતી:
મૃતક મહિલાની ઓળખ રેની નિકોલ મેકલિન ગુડ તરીકે થઈ છે, જે એક કવિયત્રી અને સામાજિક કાર્યકર્તા હતી. તેને 6 વર્ષનું બાળક પણ છે.

ઘટનામાં સામેલ ICE અધિકારીઓ સ્વ-બચાવમાં મહિલા પણ ગોળીબાર કર્યો હોવાનું જણાવી રહ્યા છે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ICEની કાર્યવાહીને યોગ્ય ગણાવી છે. તેમણે મહિલા પર સ્થાનિક લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.
શહેરના મેયરે ICEની નિંદા કરી એને તેમની કાર્યવાહીને બિનજરૂરી અને બેદરકારીભરી ગણાવી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button