Top Newsઇન્ટરનેશનલ

અમેરિકાની દક્ષિણ કોરિયામાં સુરક્ષા બેઠક, ઉત્તર કોરિયાએ આપી હુમલાની ધમકી…

પ્યોંગયાંગ, ઉત્તર કોરિયાઃ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં હવે અમેરિકાએ દક્ષિણ કોરિયામાં સુરક્ષા બેઠક યોજી હતી. એટલું જ નહીં પરંતુ અમેરિકાએ દક્ષિણ કોરિયામાં એક વિમાનવાહક જહાજ મોકલ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. જેના કારણે ઉત્તર કોરિયા ભડક્યું છે અને હુમલાની ધમકી પણ આપી દીધી છે. ઉત્તર કોરિયાના રક્ષા મંત્રાયલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે.

રક્ષા પ્રધાન નો ક્વાંગ-ચોલે અમેરિકાને આપી હુમલાની ધમકી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઉત્તર કોરિયાના રક્ષા પ્રધાન નો ક્વાંગ-ચોલે કહ્યું કે, ઉત્તર કોરિયા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, એક રીતે જોવામાં આવે તો, આ સીધી હુમલાની ધમકી છે. વધુમાં રક્ષા પ્રધાને આ નિવેદન અમેરિકાએ વિમાનવાહક જહાજ મોકલ્યાં તે બાદ આપ્યું હતું. અમેરિકા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના વિવાદમાં પોતાનો હસ્તક્ષેપ કરી રહ્યું છે, એટલું જ નહીં પરંતુ દક્ષિણ કોરિયામાં અમેરિકા સુરક્ષા બઠેકો પણ થઈ તેના કારણે ઉત્તર કોરિયા ખૂબ જ ભડક્યું છે. ઉત્તર કોરિયા દ્વારા જે હુમલાની ધમકી આપવામાં આવી છે તેને નજરઅંદાજ કરી શકાય નહીં. કારણ કે, ઉત્તર કોરિયામાં અત્યારે કિમ જોંગ ઉન શાસન કરી રહ્યાં છે.

અમેરિકાએ ઉત્તર કોરિયાના લોકો પર લગાવ્યાં આવા આરોપ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શુક્રવારે ઉત્તર કોરિયાએ પૂર્વ કિનારાથી સમુદ્રમાં બેલિસ્ટિક મિસાઇલ છોડી હતી. ઉત્તર કોરિયાએ આવું એટલા માટે કર્યું હતું કારણ કે, અમેરિકાએ ઉત્તર કોરિયાના લોકો સાથે સાથે ઉત્તર કોરિયાની સંસ્થાઓ પર પણ પ્રતિબંધ લગાવ્યાં હતો. અમેરિકા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ઉત્તર કોરિયાના લોકો સાયબર મની લોન્ડરિંગમાં સામેલ છે. જેથી અમેરિકાએ ઉત્તર કારિયાના લોકો અને ત્યાંની સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ હવે અમેરિકા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તેમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે, જે ઉત્તર કોરિયાને પસંદ નથી આવ્યું અને જેના કારણે હુમલાની ધમકી આપવામાં આવી છે.

અમેરિકાના રક્ષા પ્રધાને આ મામલે શું કહ્યું?

આ પહેલા અમેરિકાના રક્ષા પ્રધાને પણ કહ્યું હતું કે, અમેરિકા અને દક્ષિણ કોરિયા ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર કોરિયાને રોકવાનો છે. બુસાનમાં યુએસ એરક્રાફ્ટ કેરિયર જ્યોર્જ વોશિંગ્ટનના પ્રવેશ અને તાજેતરના યુએસ-દક્ષિણ કોરિયા સંયુક્ત હવાઈ કવાયતોએ પરિસ્થિતિને વધુ વણસી હોવાનું ઉત્તર કોરિયાના રક્ષા પ્રધાને કહ્યું છે. વધુમાં ઉત્તર કોરિયાના રક્ષા પ્રધાને કહ્યું કે, ઉત્તર કોરિયા પોતાની સુરક્ષા અને શાંતિ માટે આક્રમક કાર્યવાહી કરશે.

આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને ફરી ‘મિત્ર’ ગણાવ્યા, ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેવાની કરી જાહેરાત

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button