US શટડાઉનનો 13મો દિવસ: વધુ કર્મચારીઓની નોકરી જશે, ઉપરાષ્ટ્રપતિની ચેતવણી

વોશિંગ્ટન ડીસી: યુએસનું ફેડરલ સરકારનું આંશિક શટ ડાઉન આજે 13ની ઓક્ટોબરના રોજ 13માં દિવસમાં પ્રવેશ્યું છે. શટ ડાઉનને કારણે બેંકો અને પોસ્ટ ઓફિસો સહિત સરકારી એજન્સીઓ પણ બંધ રહી છે, જેને કારણે સામાન્ય જીવન અસર પહોંચી છે, લાખો સરકારી કર્મચારીઓનો પગાર એટકી ગયો છે. આ સાથે હજારો કર્મચારીઓને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. એવામાં યુએસના ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સે કહ્યું છે કે આ શટડાઉન જેટલું લાંબું ચાલશે તેમ વધુ ફેડરલ કર્મચારીઓમાં નોકરી ગુમાવશે.
ઉપ રાષ્ટ્રપતિ વાન્સના નિવેદનને કારણે સરકારી કર્મચારીઓમાં ચિંતા વધી છે. વાન્સે અગાઉ ચેતવણી આપી હતી કે જો ફેડરલ શટડાઉન 12મા દિવસમાં પ્રવેશ કરશે, તેમ તેમ નોકરીઓમાં વધુ કાપ મુકવામાં આવશે.
લગભગ 7,50,000 ફેડરલ કર્મચારીઓને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. લશ્કરી કર્મચારીઓ અને એર ટ્રાફિક કંટ્રોલર સહિત અન્ય કર્મચારીઓએ સ્પેન્ડીંગ બિલ કોંગ્રેસમાંથી પસાર નહીં થાય ત્યાં સુધી પગાર વિના કામ કરવું પડશે. જો કે શટ ડાઉન વચ્ચે ટ્રમ્પ વહીવટીતંત્રે સૈન્યના જવાનો પગાર ચુકવવા મંજુરી આપી છે.
ડેમોક્રેટ્સ પર દોષનો ટોપલો:
વાન્સે એક નિવેદનમાં કહ્યું કે આ દુઃખ આપે એવું છે, પરંતુ ડેમોક્રેટ્સે આપણને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધા છે.
ડેમોક્રેટીક પાર્ટીના સાંસદો માંગ કરી રહ્યા છે “ઓબામા કેર” તરીકે ઓળખાતા એફોર્ડેબલ કેર એક્ટ દ્વારા વીમા ખરીદનારા 24 મિલિયન અમેરિકનો માટે ટેક્સ રીલીફ આપવામાં. ફેડરલ સરકારના સ્પેન્ડિંગ બીલમાં આ મુદ્દાનો ઉલ્લેખ ન હોવાથી ડેમોક્રેટીક પાર્ટીના સાંસદો આ બિલને સમર્થન આપવાનો ઇનકાર કરી રહ્યા છે
યુએસ અર્થતંત્ર પર અસર:
શટડાઉનની યુએસ અર્થતંત્ર પર ગંભીર અસર અસર પડી રહી છે. શટડાઉન લાંબા સમય સુધી રહેશે તો શટડાઉનથી યુએસ અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે. આર્થિક વિકાસની ગતિ ધીમી પડી શકે છે અને રોજગારી દર પણ વધી શકે છે.
આ પણ વાંચો…શટડાઉનને કારણે H-1B અને ગ્રીન કાર્ડની પ્રક્રિયા બંધ; ભારતીયોને થશે અસર