Top Newsઇન્ટરનેશનલ

અમેરિકાએ ચોરીછૂપીથી કર્યું પરમાણુ બોમ્બનું પરીક્ષણ: જુઓ વીડિયો…

વોશિંગટન ડીસી: અમેરિકા જલ્દી પરમાણુ પરીક્ષણ કરશે. ડૉનાલ્ડ ટ્રમ્પના આ નિવેદને સમગ્ર વિશ્વમાં તણાવ પેદા કર્યો છે. ટ્રમ્પે આવું નિવેદન રશિયા, ચીન અને ઈરાન જેવા દેશો પર દબાણ વધારવા માટે આપ્યું હતું કે કેમ તે એક સવાલ છે. જોકે, રશિયાએ પણ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે જો અમેરિકા પરીક્ષણ કરશે તો મોસ્કો પણ જવાબ આપશે. આ બધા વચ્ચે અમેરિકાએ પરમાણુ પરીક્ષણ કરી લીધુ હોવાની વાત સામે આવી છે.

પરમાણુ પરીક્ષણમાં F-35 ફાઇટર જેટનો ઉપયોગ

આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકાએ ઓગસ્ટ મહિનામાં જ તેના મુખ્ય પરમાણુ મથક નેવાડા સ્થળ પર અત્યંત ગુપ્ત રીતે B61-12 પરમાણુ બોમ્બનું પરીક્ષણ પૂર્ણ કરી લીધું હતું, પરંતુ તેને દુનિયાથી છુપાવીને રાખ્યું હતું. અમેરિકાએ આ ગુપ્ત પરીક્ષણ માટે તેના અદ્યતન F-35 લાઇટનિંગ II ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો.

લેફ્ટનન્ટ જેક હાર્પરના નેતૃત્વ હેઠળ F-35 ને ઓગસ્ટમાં બપોરે નેવાડા રણમાંથી “ઓપરેશન શેડો ડ્રોપ” નામના અત્યંત રહસ્યમય મિશન પર મોકલવામાં આવ્યું હતું. વિમાને યુદ્ધવિરામ વિના જ બોમ્બ ફેંક્યા હતા, જે દર્શાવે છે કે આ બોમ્બની સર્વિસ લાઇફને 2040થી વધુ સમય માટે લંબાવવામાં આવી છે. આ પરીક્ષણમાં, B61-12 ના નિષ્ક્રિય બોમ્બ (Non-Nuclear Bomb) ને ગુરુત્વાકર્ષણ દ્વારા છોડવામાં આવ્યા હતા.

અમેરિકાનું પરમાણુ પરીક્ષણ રહ્યું સફળ

પરીક્ષણ દરમિયાન F-35 વિમાને નેવાડા રાષ્ટ્રીય સુરક્ષા સ્થળ ઉપર ઉડાન ભરી હતી. કંટ્રોલ રૂમમાંથી બોમ્બ છોડવાનો આદેશ મળતા જ, નીચે રેતી પર ધૂળ અને ધુમાડાના મોટું ગોટા આકાશમાં ઉછળ્યા હતા. સેન્સર ડેટાએ પુષ્ટિ આપી કે બોમ્બ ઉતરાણ સમયે 30-મીટર ત્રિજ્યામાં વિસ્ફોટનું અનુકરણ કરવામાં સક્ષમ હતો, જેના કારણે પરીક્ષણ સફળ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષણ રશિયા અને ચીન સાથેના વધતા તણાવ વચ્ચે અમેરિકાને વધુ મજબૂત દર્શાવવા માટે કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. B61-12 બોમ્બને આધુનિક બનાવીને તેની ચોકસાઇ માર્ગદર્શન પ્રણાલી અને ઘાતક અસર વધારવામાં આવી છે. અમેરિકાના આ પરીક્ષણ બાદ હવે રશિયા કેવી પ્રતિક્રિયા આપે છે, એ જોવું રહ્યું.

આ પણ વાંચો…પ્રાસંગિકઃ ટ્રમ્પની પરમાણુ હથિયાર પરીક્ષણની જાહેરાત વિશ્વ આખું ભયથી ધ્રૂજે છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button