ઇન્ટરનેશનલનેશનલ

વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ: ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું? જાણો નિયમ

ન્યૂ યૉર્ક: અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ઘરમાં ઘૂસી જઈ સૈન્ય ઓપરેશન દ્વારા ધરપકડ કરતા આંતરરાષ્ટ્રીય કાયદા અને રાજનૈતિક પરંપરાઓ પર ચર્ચા છેડાઈ છે. આ કાર્યવાહી બાદ વિશ્વના અનેક દેશોએ તેને કડક શબ્દોમાં ટીકા કરી અને અમેરિકા માટે આકરું વલણ અપનાવ્યું છે.

અમેરિકાએ વેનેઝુએલામાં જઈને માદુરોને તેની પત્ની સાથે પોતાના નિવાસસ્થાનેની ધરપકડ કરીને લઈ ગયું હતું. આ દરમિયાન તેમની પત્નીની પણ અટકાયત કરવામાં આવી છે. મીડિયા સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા માદુરો પર ડ્રગ્સ તસ્કરીના ગંભીર આરોપ મૂકવામાં આવ્યાં છે, પરંતુ અમેરિકાએ આંતરરાષ્ટ્રીય કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કર્યાનું કહેવાય છે.

આપણ વાચો: મેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને પકડી દેશનિકાલ કર્યા: ડૉનાલ્ડ ટ્રમ્પનો દાવો…

રાષ્ટ્રપતિની ધરપકડ કરવાની સત્તા કોણે આપી?

આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે કોઈ અમેરિકાને કોઈ પણ બીજા દેશના કાર્યરત અથવા ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખની ધરપકડ કરવાની સત્તા આપવામાં આવી નથી. સંયુક્ત રાષ્ટ્ર સંગઠને એ પણ જણાવ્યું કે, અમેરિકાની આ કાર્યવાહી યુએન ચાર્ટરના મૂળભૂત સિદ્ધાંતોના વિરુદ્ધ છે અને ભવિષ્ય માટે ખતરનાક દાખલો છે, આ માઠા પરિણામો આવી શકે તેવી આશંકાઓ છે.

કારણ કે, યુએન ચાર્ટર પર અમેરિકાએ 1945માં હસ્તાક્ષર કર્યાં હતાં, પરંતુ હવે ડ્રમ્પે તેનો ભંગ કરી દીધો છે. જેના કારણે યુએન હવે અમેરિકાથી નારાજ થયું છે. અમેરિકા સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન છે?

આપણ વાચો: વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એકસાથે સાત પ્રચંડ વિસ્ફોટો, અમેરિકાએ હુમલો કર્યાની આશંકા

યુએનના કાયદાનું કર્યું ઉલ્લંઘન

યુએન ચાર્ટરના આ કરારની એક મુખ્ય જોગવાઈ કલમ 2(4) છે. આ કલમ પ્રમાણે કોઈ પણ દેશે બીજા દેશો સામે લશ્કરીબળનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. પરંતુ અમેરિકા દ્વારા યુએનના કારદાનું ઉલ્લેઘન કરવામાં આવ્યું છે.

અમેરિકાના ન્યાય વિભાગે આ સંપૂર્ણ પગલાંને સૈન્ય પ્રશાસનની કાર્યવાહી ગણાવીને આર્મીની મદદ લીધી હોવાનું જણાવ્યું છે. અમેરિકાના અટોર્ની જનરલના જણાવ્યા મુજબ માદુરો, તેમની પત્ની અને બંને પુત્રોને ટૂંક સમયમાં અમેરિકી અદાલતમાં કાયદેસરની પ્રક્રિયા માટે રજૂ કરવામાં આવશે.

યુએન અને અમેરિકાની દલીલો

મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાએ આવા કોઈ સૈન્ય ઑપરેશન વિશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ના તો પૂર્વજાણ કરી કે ના તો મંજૂરી લેવામાં આવી હતી. ટ્રંપ પ્રશાસનનું કહેવું છે કે, માદુરોની ધરપકડ કાનૂની કાર્યવાહી અને નાર્કોટિક્સ કેસનો ભાગ છે અને આ માટે સૈન્યની ફક્ત મદદ લેવામાં આવી છે.

બીજી બાજુ ટ્રંપે વેનેઝુએલાએ અમેરિકાનું તેલ ચોરી કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, અમેરિકા વેનેઝુએલા પર નિયંત્રણ મેળવી લેશે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું હતું. જેના કારણે વિશ્વભરના દેશો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button