તરંગી ટ્રમ્પના આ નિર્ણયને કારણે 3 લાખ ભારતીય વિદ્યાર્થીઓેએ ભારત પાછા ફરવું પડે એવી હાલત

વોશિંગ્ટન ડીસી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર H-1B વિઝા પ્રોગ્રામમાં મોટા ફેરફાર કરી રહ્યા છે, એવામાં ગઈ કાલે જાહેર કરવામાં આવ્યું કે H-1B વર્ક વિઝા માટે લાંબા સમયથી ચાલતી લોટરી સિસ્ટમને બંધ કરવામાં આવી છે અને તેને બદલે સ્કિલ્ડ અને ઉચ્ચ પગાર ધરાવતા અરજદારોને પ્રાથમિકતા આપતી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયની સીધી અસર યુએસમાં અભ્યાસ કરી રહેલા અને અભ્યાસ બાદ ત્યાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહેલા 3થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે.
યુસના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના જણાવ્યા અનુસાર, નવી સિસ્ટમ 27 ફેબ્રુઆરી, 2026 થી લાગુ થશે. યુએસ સિટીઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસીઝના જણવ્યા મુજબ વધુ સારી સેલરી અને વધુ સારી સ્કિલ ધરાવતા વિદેશી વર્કર્સને H-1B વર્ક વિઝા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. આ સિસ્ટમને કારણે એમ્પ્લોયર વધુ સારી સ્કિલ વાળા અને સારા વેતન વાળા વિદેશી લોકોને નોકરી આપશે.
ભારતીયોનો સૌથી વધુ અસર:
નોંધનીય છે કે છેલ્લા એક દાયકાથી H-1B વર્ક વિઝાનો સૌથી વધુ ઉપયોગ ભારતીયો કરી રહ્યા છે, ત્યારે નવી સિસ્ટમની સૌથી વધુ અસર ભારતીયો પર થાય એ નક્કી છે. યુએસ વહીવટીતંત્રના ડેટા અનુસાર, દર વર્ષે આપવામાં આવતા કુલ યુએસ વિઝામાંથી 70% થી વધુ ભારતીયો હોય છે.
યુએસમાં 3 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ:
એક અંદાજ મુજબ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભારતના છે. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આશરે 3,63,019 ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયા હતાં, આ સંખ્યા યુએસમાં કુલ વિદેશી વિદ્યાર્થીની સંખ્યાના 30% છે. આશરે 76% થી 78% ભારતીય વિદ્યાર્થીઓ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ(STEM) ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહ્યા છે.
યુએસ દર વર્ષે કુલ 85,000 H-1B વિઝા આપે છે, જેમાંથી ત્યાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓને 20 હજાર H-1B વિઝા આપવામાં આવે છે.
નવા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને મુશ્કેલી:
અગાઉ અભ્યાસ બાદ નવા ગ્રેજ્યુએટ થયેલા ભારતીય વિદ્યાર્થીઓને H-1B વિઝાને કારણે યુએસમાં જ નોકરી મળી જવાની શક્યતા વધુ હતી. હવે નવી સિસ્ટમ હેઠળ હાઈ સ્કિલ્ડ અને અનુભવી વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે, તેથી નવા ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને H-1B વિઝા વિઝા મળવાની શક્યતા ઘટી જશે.
H-1B વિઝામાં માટે અરજદારોના પગારને ચાર લેવલમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. લોટરી સિસ્ટમ હેઠળ ચારેય લેવલના બધા વર્કર્સને H-1B વિઝા મળવાની સંભાવના 29.59 ટકા છે. જ્યારે નવી સિસ્ટમ લાગુ થશે ત્યારે લેવલ-4ના અરજદારને વિઝા મળવાની શક્યતામાં 107 ટકાનો વધારો થશે. જ્યારે લેવલ-1 ના વર્કર્સની સંભાવના 48 ટકા ઘટી જશે. આમ નવા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વિઝા મળવાની શક્યતા વધી જશે.
આપણ વાંચો: ગુજરાતી મૂળના બિઝનેસમેને 4000 કરોડમાં પાકિસ્તાન એરલાઈન્સ ખરીદી, બાંટવા છે વતન



