‘અમેરિકા પાસે પૂરતું ટેલેન્ટ નથી…’ H-1B વિઝા મામલે ટ્રમ્પ નરમ પડ્યા!

વોશીંગ્ટન ડી સી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ H-1 B વિઝા માટે નિયામો કડક બનાવ્યા હતાં અને નવી વિઝા એપ્લીકેશન પર 1,00,000 યુએસ ડોલરની ફી લાગુ કરી છે. આ નિર્ણયોનો હેતુ વિદેશીઓને બદલે યુએસના લોકોને રોજગારી આપવાનો છે, પરંતુ હવે ટ્રમ્પ H-1 B વિઝા મામલે ઢીલા પડ્યા હોય એવું લાગી રહ્યું છે.
મંગળવારે એક ઈન્ટરવ્યું દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે દેશને ચોક્કસ ક્ષેત્રો માટે ટેલેન્ટ બહારથી લાવવાની જરૂર છે.
યુએસ પાસે પુરતું ટેલેન્ટ નથી:
એક અમેરિકન ન્યુઝ ચેનલ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ડિફેન્સ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વ્યાપક તાલીમ વિના બેરોજગાર અમેરિકનોને મહત્વપૂર્ણ ભૂમિકાઓ આપી શકે નહીં. જ્યારે તેમને H1B વિઝા પ્રતિબંધો અંગે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને વિશ્વભરમાંથી ટેલેન્ટેડ લોકો લાવવાની જરૂર છે.
જ્યારે ન્યુઝ એન્કરે પૂછ્યું કે શું અમેરિકામાં પુષ્કળ ટેલેન્ટ નથી? ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો: “ના, યુએસ પાસે પુરતું ટેલેન્ટ નથી. યુએસ પાસે પાસે ચોક્કસ પ્રકારનું ટેલેન્ટ નથી અને લોકોએ એ સ્કિલ શીખવી પડશે.”
H-1B વિઝા પર ભારે ફી:
ટ્રમ્પ વહીવટીતંત્રએ H-1B વિઝા પ્રોગ્રામના નિયમો કડક બનાવતા વિદેશી કર્મચારીઓને નોકરી આપતી કંપનીઓ, ખાસ કરીને ટેકનોલોજી કંપનીઓને મુશ્કેલીઓ ઉભી થઇ છે.
એક ઘોષણા હેઠળ ટ્રમ્પ વહીવટીતંત્રએ જાહેરાત કરી કે H-1B અરજીઓ પર USD 100,000 ફી ચૂકવવી પડશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બાદમાં સ્પષ્ટતા કરી કે ફક્ત 21 સપ્ટેમ્બર પછી મળતી નવી H-1B અરજીઓ પર જ આ ફી લાગુ થશે. વર્તમાન વિઝા ધારકો અને 21 સપ્ટેમ્બર પહેલાં સબમિટ કરાયેલી અરજીઓને કોઈ અસર થશે નહીં.
ભારતના ટેકનોલોજી પ્રોફેશનલ્સ અને ડોક્ટર્સ H-1B વિઝા ધારકોના સૌથી ઉપયોગ કરે છે.
આપણ વાંચો: દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ચીને દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું ઘટનાથી સ્તબધ…



