ઇન્ટરનેશનલ

તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવા નવી અરજી પર અમેરિકાની કોર્ટ આ તારીખે કરશે સુનાવણી

ન્યૂયોર્કઃ અમેરિકાની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો આવતા મહિને મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની નવી અરજી પર સુનાવણી કરશે. અરજીમાં રાણાએ ભારતને તેના પ્રત્યાર્પણ પ્રક્રિયા પર રોક લગાવવાની માંગ કરી છે. નવી અરજી મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ સમક્ષ દાખલ કરવામાં આવી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણા લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. તે 26 નવેમ્બર 2008ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો સાથી હતો.

આ પણ વાંચો: ઈલોન મસ્કનું Grok ચેટબોટ હિન્દીમાં અપશબ્દો સાથે જવાબ આપી રહ્યું છે? IT મંત્રાલયે એક્સનો સંપર્ક કર્યો

રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટના એસોસિયેટ જસ્ટિસ એલેના કાગન સમક્ષ અરજી દાખલ કરી હતી. કાગને આ મહિનાની શરૂઆતમાં અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ રાણાએ ટ્રાયલને રોકવા માટે ફરી વિનંતી કરી હતી. તેણે ચીફ જસ્ટિસ રોબર્ટ્સ સમક્ષ રજૂ કરવામાં આવે તેમ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાણાની નવી અરજી પર સુનાવણીની તારીખ 4 એપ્રિલ, 2025 નક્કી કરવામાં આવી છે અને અરજી કોર્ટમાં મોકલવામાં આવી છે

ન્યૂયોર્ક સ્થિત પ્રખ્યાત ભારતીય-અમેરિકન વકીલ રવિ બત્રાએ જણાવ્યું હતું કે રાણાએ પ્રત્યાર્પણ રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી 6 માર્ચે જસ્ટિસ કાગને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે અરજી હવે ચીફ જસ્ટિસ રોબર્ટ્સ સમક્ષ છે. ચીફ જસ્ટિસ રોબર્ટ્સ રાણાને ભારતના પ્રત્યાર્પણ અંગેનો નિર્ણ લેશે. તેમણે કહ્યું ઓવલમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે રાણાને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે.

રાણાએ ભારત સમક્ષ આત્મસમર્પણ કરવા અને 13 ફેબ્રુઆરીના રોજ થયેલી અરજીના યોગ્યતા પર ટ્રાયલ પેન્ડિંગ રહે ત્યાં સુધી ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. તે અરજીમાં, રાણાએ દલીલ કરી હતી કે તેમનું ભારત પ્રત્યાર્પણ યુએસ કાયદા અને ‘યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેઇન્સ્ટ ટોર્ચર’નું ઉલ્લંઘન છે. જો તેમને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે, તો તેના પર અત્યાચાર ગુજારવાનો ભય છે.

તહવ્વુર રાણા અને ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ સઈદ ગિલાની બાળપણના મિત્ર છે. હેડલી એક અમેરિકન નાગરિક છે. તેની માતા અમેરિકન અને પિતા પાકિસ્તાની હતા. અમેરિકન અધિકારીઓ દ્વારા ઓક્ટોબર 2009માં તેની શિકાગોથી ધરપકડ કરવામાં આવી હતી. હેડલીને અમેરિકન કોર્ટે 24 જાન્યુઆરી, 2013ના મુંબઈ હુમલામાં સામેલ હોવા માટે દોષી માનીને 35 વર્ષ જેલની સજા સંભળાવી હતી. તહવ્વુર રાણાએ પાકિસ્તાનની હસન અબ્દાલ કૈડેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. હેડલીએ અમેરિકા શિફ્ટ થયો તે પહેલાં ત્યાં જ 5 વર્ષ અભ્યાસ કર્યો હતો.

આ પણ વાંચો; Russia Ukrain War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને કર્યો ફોન, યુદ્ધ વિરામ મુદ્દે ચર્ચા…

પાકિસ્તાની સેનામાં એક ડૉક્ટર તરીકે તેમના કાર્યકાળ બાદ તહવ્વુર રાણા કેનેડા શિફ્ટ થઈ ગયો હતો અને થોડા વર્ષોમાં ત્યાંનો જ નાગરિક બની ગયો હતો. તેણે શિકાગોમાં ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસેઝ નામની એક કન્સલટેંસી ફર્મની સ્થાપના કરી હતી. રાણાની કંપનીની એક બ્રાંચ મુંબઈમાં હતી, તેણે હેડલી કોલમેનને મુંબઈમાં રેકી કરવામાં મદદ કરી હતી અને પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકીએ 26 નવેમ્બર, 2008ના રોજ નિશાન બનાવ્યું હતું. આ આતંકી હુમલામાં 170થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button