વેનેઝુએલાના પેટ્રોલિયમ ભંડાર પર યુએસનો અનંત કાળ સુધી કબજો! ટ્રમ્પે આપ્યું આવું નિવેદન

વોશિંગ્ટન ડીસી: વેનેઝુએલામાં આવેલા વિશાળ પેટ્રોલીયમ ભંડાર પર કબજો મેળવવા યુએસએ વેનેઝુએલાની રાજધાની કરાકાસ પર હુમલો કરીને રાષ્ટ્રપતિ મદુરોનું અપહરણ કર્યું હતું, ત્યાર બાદ વચગાળાની સરકાર સ્થાપી હતી. એવામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે , યુનાઇટેડ સ્ટેટ્સ અનિશ્ચિત સમય સુધી વેનેઝુએલાના પેટ્રોલિયમ વેપાર પર નિયંત્રણ રાખશે.
યુએસના એક જાણીતા અખબાર સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ વર્ષો સુધી વેનેઝુએલા પર નિયંત્રણ રાખશે અને તેના વિશાળ ભંડારમાંથી પેટ્રોલિયમ કાઢશે. તેમણે જણાવ્યું કે હાલ વેનેઝુએલાની વચગાળાની સરકાર યુએસને જે જોઈએ છે એ બધું આપી રહી છે.
ટ્રમ્પને મોટો નફો જોઈએ છે:
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે યુએસ ક્યાં સુધી વેનેઝુએલાના વહીવટ પર દેખરેખ રાખશે, ત્યારે ટ્રમ્પે જવાબ આપતા કહ્યું, “ફક્ત સમય જ કહેશે. અમે મોટો નફો થાય એ રીતે વેનેઝુએલાનું સંચાલન કરીશું. અમે પેટ્રોલીયમ ખરીદીશું, અમે પેટ્રોલિયમના ભાવ ઘટાડી રહ્યા છીએ, અને અમે વેનેઝુએલાને પૈસા આપી રહ્યા છીએ, જેની તેમને ખૂબ જરૂર છે.”
ટ્રમ્પની લાલચ વધી:
અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાને વેનેઝુએલા પાસેથી 50 મિલિયન બેરલ જેટલું પેટ્રોલીયમ જોઈએ છે, જેનું મૂલ્ય વર્તમાન બજાર ભાવે લગભગ $2.8 બિલિયન થાય છે. હવે ટ્રમ્પની લાલચ વધી રહી છે, તેઓ હવે ખુબ જ લાંબા સમય સુધી વેનેઝુએલામાંથી પેટ્રોલીયમ કાઢવા ઈચ્છે છે.
યુએસની એનર્જી કંપનીઓ પર દબાણ વધારવા:
યુએસના ઊર્જા સચિવ ક્રિસ રાઈટે જણાવ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભવિષ્યમાં વેનેઝુએલાના પેટ્રોલીયમના વેચાણને નિયંત્રિ કરીને તેમાંથી થતી આવકને યુએસ ખાતામાં રાખવાની યોજના ધરાવે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર યુએસની એનર્જી કંપનીઓને વેનેઝુએલાના નબળા મેન્યુફેક્ચરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા અને પેટ્રોલિયમનું ઉત્પાદન વાધારવા દબાણ કરી રહ્યું છે.
આ પણ વાંચો…અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવા માટે કઈ રીતે ‘ગુપ્ત’ મિશન પાર પાડ્યું? જાણો હવે નવી વિગતો



