ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકાની ‘ડબલ ગેમ’! US આર્મી જનરલે પાકિસ્તાનને ‘બહુમુલ્ય ભાગીદાર’ ગણાવ્યું

વોશિંગ્ટન ડી સી: ઓપરેશન સિંદૂર બાદ ભારત સરકારના ગ્લોબલ આઉટરીચ આઉટરીચ પ્રયાસોના ભાગ રૂપે, કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળ યુનાઇટેડ સ્ટેટ્સના પ્રવાસે ગયું હતું. આ દરમિયાન પ્રતિનિધિમંડળ યુએસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો કરી હતી અને આતંકવાદ સામે ભારતની ઝિરો ટોલરન્સ નીતિ સ્પષ્ટ કરી હતી. આ દરમિયાન યુએસના અધિકારીઓએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સાથ આપવાનું વચન આપ્યું હતું. એવામાં હવે યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ માઈકલ કુરિલા(General Michael Kurilla)એ પાકિસ્તાને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે.

માઈકલ કુરિલાએ જણાવ્યું હતું કે યુએસને ભારત અને પાકિસ્તાન બંને સાથે સંબંધો રાખવાની જરૂર છે કારણ કે ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન પ્રાંત (IS-KP) ના જોખમોનો સામનો કરવામાં પાકિસ્તાની સૈન્યની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે પાકિસ્તાનને આતંકવાદ વિરોધી અભિયાનમાં મહત્વપૂર્ણ સહભાગી(Phenomenal counter-terrorism partner) ગણાવ્યું હતું. કુરિલાએ IS-KP નો સામનો કરવા પાકિસ્તાની સેના અને આર્મી ચીફ અસીમ મુનીર(Asif Munir)ની ભૂમિકા વિષે પણ વાત કરી.

ખૂંખાર આતંકવાદીને પકડવા આસિફ મુનિરની ભૂમિકા:

તેમણે કહ્યું,”અમારા પાકિસ્તાની ભાગીદારોની કાર્યવાહીને કારણે 26 ઓગસ્ટ 2021 ના રોજ એબી ગેટ પર થયેલા આત્મઘાતી હુમલા પાછળ ISIS-K ના માસ્ટરમાઈન્ડ મોહમ્મદ શરીફુલ્લાહની ધરપકડ અને પ્રત્યાર્પણ થયું. એ હુમલામાં 13 યુએસ સર્વિસ સભ્યો અને લગભગ 160 નાગરિકો માર્યા ગયા હતા. આ ધરપકડ અને પ્રત્યાર્પણ દર્શાવે છે કે આ વિશ્વભરમાં આતંકવાદી જોખમોનો સામનો કરવામાં ભાગીદાર તરીકે પાકિસ્તાનના બહુમુલ્ય છે.”

કુરિલાએ કહ્યું, “શરીફુલ્લાહની ધરપકડ પછી (પાકિસ્તાની આર્મી ચીફ) મુનીરે મને ફોન કર્યો અને કહ્યું, ‘મં તેને પકડી લીધો છે, હું તેને અમેરિકા પરત મોકલવા તૈયાર છું. સંરક્ષણ સચિવ અને રાષ્ટ્રપતિને જાણ કરો’”.

ભારત સાથે પણ સંબંધ:

ભારત સાથેના સંબંધો અંગે માઈકલ કુરિલાએ કહ્યું, “આપણે પાકિસ્તાન અને ભારત બંને સાથે સંબંધો રાખવાની જરૂર છે. હું નથી માનતો કે જો આપણે ભારત સાથે સંબંધો રાખીએ, તો આપણે પાકિસ્તાન સાથે સંબંધો ન રાખી શકીએ.”

તેમણે આતંકવાદને કારણે પાકિસ્તાને થયેલા નુકસાન વિષે પણ વાત કરી, તેમણે જણાવ્યું કે વર્ષ 2024થી શરૂઆતથી પાકિસ્તાનમાં 1,000 થી વધુ આતંકવાદી હુમલાઓ થયા છે, જેમાં લગભગ 700 સુરક્ષા કર્મચારીઓ અને 2,500 નાગરિકોના મોત થયા છે.

પાકિસ્તાની પ્રતિનિધિમંડળ પણ યુએસમાં:

સ્ટેટ ડિપાર્ટમેન્ટની પ્રેસ બ્રીફિંગમાં પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું કે કે બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વમાં એક પાકિસ્તાની સંસદીય પ્રતિનિધિમંડળે ગયા અઠવાડિયે વોશિંગ્ટનની મુલાકાત દરમિયાન સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને મળ્યા હતા.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે મંગળવારે જણાવ્યું હતું કે ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડૌ ગયા અઠવાડિયે ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળને મળ્યા હતા અને આતંકવાદ સામેની લડાઈ તેમજ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં ભારતને અમેરિકાના મજબૂત સમર્થનની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો…લોસ એન્જલસમાં હિંસા બેકાબુ: પ્રદર્શનકારીઓએ Apple Storeમાં લૂંટ ચલાવી, ગાડીઓને આગ ચાંપી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button