નેપાળ બાદ હવે ફ્રાન્સમાં બળવો! હજારો પ્રદર્શનકરીઓ રસ્તા પર ઉતાર્યા, તોડફોડ અને આગચંપી કરી

પેરીસ: નેપાળમાં યુવાનોના બળવા બાદ વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે, છતાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે. એવામાં ફ્રાન્સમાં પણ જનાક્રોશ રસ્તાઓ પર ઉતરી આવ્યો છે.
આજે બુધવારે સવારે દેશની રાજધાની પેરિસ અને અન્ય સ્થળોએ પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતારી આવ્યા આવ્યા હતાં અને ચક્કાજામ કર્યો હતો, કેટલાક સ્થળોએ તોડફોડ અને આગચંપી કરવામાં આવી. જેને પગલે પોલીસને ટીયર ગેસ છોડવાની ફરજ પડી છે. ફ્રાંસના ગૃહ પ્રધાને જણાવ્યું કે લગભગ 200 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ફ્રાંસની સંસદમાં વિશ્વાસ મત ગુમાવ્યા બાદ વડા પ્રધાન ફ્રાન્કોઇસ બાયરોએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તેમના સંરક્ષણ પ્રધાન અને નજીકના સાથી સેબેસ્ટિયન લેકોર્નુને નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે.
આપણ વાંચો: પાકિસ્તાનમાં બળવાના એંધાણ, ઝરદારીને હટાવી આસીમ મુનીર બની શકે છે નવા રાષ્ટ્રપતિ…
બ્લોક એવરીથિંગ ચળવળ:
રાજકારણીઓ અને બજેટ કાપ સામે સામે ફ્રાંસમાં “બ્લોક એવરીથિંગ” (Bloquons Tout or Block Everything) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ઓનલાઈન શરુ થયેલા અભિયાનની અસર હવે ગ્રાઉન્ડ પર દેખાઈ રહી છે, હજારો યુવાનો રોડ પર ઉતરી આવ્યા છે.
સરકારી અધિકારીઓએ જણાવ્યું કે નાકાબંધી તુરંત દૂર કરવા દેશભરમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ તૈનાતી છતાં પ્રદર્શનકરીઓએ બેરિકેડ્સ તોડી નાખ્યા.
આપણ વાંચો: ૨૦૨૪માં બાંગ્લાદેશમાં બળવા વખતે સામૂહિક હત્યાકાંડ અને અત્યાચારની કોર્ટે નોંધ લીધી
બળવાનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ:
સોમવારે વિશ્વાસ મત ગુમાવ્યા બાદ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સામે લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે. ગૃહ પ્રધાનબ્રુનો રિટેલ્યુએ જણાવ્યું હતું કે રેન્સ ધેરમાં એક બસને આગ ચાંપી દેવામાં આવી હતી અને દક્ષિણ પશ્ચિમમાં પાવર લાઇનને નુકસાન થવાથી ટ્રેનોનો વ્યવહાર ખોરવાયો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે પ્રદર્શનકરીઓ “બળવાનું વાતાવરણ” બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
બુધવાર સવારે પ્રદર્શનકારીઓના જૂથોએ વારંવાર પેરિસના બેલ્ટવેને બ્લોક કરવાનો પ્રયાસ કર્યો. તેમણે બેરિકેડ ઉભા કર્યા, પોલીસ અધિકારીઓ પર વસ્તુઓ ફેંકી અને ટ્રાફિકને અવરોધિત કર્યો.
ઉનાળા દરમિયાન સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ ચેટ્સમાં “બ્લોકન્સ ટાઉટ” ચળવળે વેગ પકડ્યો હતો, જેમાં નાકાબંધી, હડતાલ, પ્રદર્શન કરવાની અપીલ કરવામાં આવી હતી.