4 ઉંદર, 3 અવકાશયાત્રી સાથે સ્પેસમાં પહોંચ્યા: ચીને સર્જ્યો અનોખો રેકોર્ડ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

4 ઉંદર, 3 અવકાશયાત્રી સાથે સ્પેસમાં પહોંચ્યા: ચીને સર્જ્યો અનોખો રેકોર્ડ

નવી દિલ્હી: અંતરિક્ષ કાર્યક્રમોમાં ચીને વધુ એક સિદ્ધિ મેળવી છે. ચીનનું માનવસહિત અવકાશયાન “શેનઝોઉ-21” ત્રણ અવકાશયાત્રીઓ અને એક ખાસ પેલોડ તરીકે ચાર ઉંદરોને લઈને અવકાશ મથક પર સફળતાપૂર્વક પહોંચી ગયું છે. આજે ચીને જાહેરાત કરી કે, તેમનું અવકાશયાન દેશના અવકાશ મથક સાથે સફળતાપૂર્વક ડોક (Dock) થઈ ગયું છે. આ સાથે એક અનોખે રેકોર્ડ પણ સર્જાયો છે.

ડોકિંગ પ્રક્રિયામાં ઘટ્યો સમય

આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી અનુસાર, અવકાશયાનની સ્ટેશન સાથેની ડોકિંગ પ્રક્રિયામાં માત્ર સાડા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો, જે અગાઉના મિશનો કરતાં ત્રણ કલાક ઝડપી છે. “શેનઝોઉ-21” એ શુક્રવારે રાત્રે સ્થાનિક સમય મુજબ 11:44 વાગ્યે ઉત્તરપશ્ચિમ ચીનના જિયુક્વાન લોન્ચ સેન્ટરથી ઉડાન ભરી હતી. ત્રણ સભ્યોના ક્રૂ હવે સ્ટેશનના “તિયાન્હે કોર મોડ્યુલમાં” પ્રવેશ કરશે.

ઝાંગ લુ પાઇલટ અને કમાન્ડર અગાઉ “શેનઝોઉ-15” મિશનમાં સેવા આપી હતી. વુ ફેઈ એન્જિનિયર 32 વર્ષના, ચીનના અત્યાર સુધીના સૌથી નાના અવકાશયાત્રી મનાય છે. ઝાંગ હોંગઝાંગ પેલોડ નિષ્ણાત અગાઉ નવી ઊર્જા અને અદ્યતન સામગ્રી પર સંશોધન કર્યું છે. ત્રણેય અવકાશયાત્રીઓ લગભગ છ મહિના સુધી અવકાશ મથક પર રહેશે અને બાયોટેકનોલોજી, અવકાશ દવા અને સામગ્રી વિજ્ઞાન સંબંધિત 27 વૈજ્ઞાનિક પ્રયોગો કરશે.

પ્રથમ વખત ઉંદરોનો અભ્યાસ

“શેનઝોઉ-21” મિશનની એક ખાસ સિદ્ધિ એ છે કે, ચીને પ્રથમ વખત તેના અવકાશ મથક પર ઉંદરો મોકલ્યા છે. ચીને મોકલેલા ચાર ઉંદરોમાં બે નર અને બે માદાનો સમાવેશ થાય છે. આ ઉંદરો પર વજનહીનતા અને કેદ તેમના વર્તનને કેવી રીતે અસર કરે છે તેનો અભ્યાસ કરવામાં આવશે. 60 દિવસની સઘન તાલીમ પછી 300 ઉંદરોમાંથી આ ચાર ઉંદરોની પસંદગી કરવામાં આવી હતી. આ ઉંદરો પાંચથી સાત દિવસ માટે અવકાશ મથક પર રહેશે અને પછી શેનઝોઉ-20 દ્વારા પૃથ્વી પર પાછા ફરશે.

ચીનની માનવસહિત અવકાશ એજન્સીના પ્રવક્તા ઝાંગ જિંગબોએ જણાવ્યું કે, ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવાની યોજનાના ભાગ રૂપે સંશોધન કાર્ય સરળતાથી આગળ વધી રહ્યું છે. પાકિસ્તાન સાથેના સહયોગના ભાગ રૂપે, બે પાકિસ્તાની અવકાશયાત્રીઓને તાલીમ માટે ચીન મોકલવામાં આવી રહ્યા છે. તેમાંથી એકને ટૂંકા ગાળાના મિશન પર મોકલવાની યોજના છે, જે ચીનના અવકાશ મથકની વિદેશી અવકાશયાત્રીની પ્રથમ મુલાકાત હશે.

આ પણ વાંચો…પાકિસ્તાન બાદ હવે ચીનની વધશે ચિંતા: ભારતીય વાયુસેના ચીની સરહદ નજીક કરશે યુદ્ધાભ્યાસ, ‘એરમેનને NOTAM’ જારી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button