અમેરિકાની ચિંતા વધી! ‘ટ્રમ્પ ઇઝ ડેડ’ ટ્રેન્ડ બાદ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માંગે છે ઝેલેન્સ્કી

કિવઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પ નામે દુનિયાભરના સોશિયલ મીડિયામાં ‘ટ્રમ્પ ઇઝ ડેડ’ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આના ટ્રેન્ડમાં અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે પોસ્ટ થઈ છે. જેથી ડોલાન્ડ ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે અત્યારે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેનાથી પણ મહત્વની વાત એ છે કે, આ ટ્રેન્ડ વચ્ચે હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવાની ઇચ્છા વક્ત કરી છે. તો શું હવે ડોલાન્ડ ટ્રમ્પ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે કરશે કે કેમ? તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી શા માટે ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માંગે છે?
ખાસ કરીને વાત કરવામાં આવે તો, વ્લાદિમીર ઝેલેન્સ્કીનું કહેવું છે કે, ‘યુક્રેનિયન અધિકારીઓ આવતા અઠવાડિયે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન નેતાઓને મળવા માંગે છે જેથી રશિયા સાથેના ત્રણ વર્ષના યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોમાં તાજેતરના વિકાસની ચર્ચા કરી શકાય!’ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક મહિનાઓથી સારૂ ના હોવાના સમાચાર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા.
જેમ્સ ડેવિડ વેન્સના ઇન્ટરવ્યૂ બાદ શરૂ થયો ટ્રેન્ડ
આજે સવારથી એક્સ સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘ટ્રમ્પ ઇસ ડેડ’ ટ્રેન્ડ થઈ રહ્યું છે. જેના કારણે ફરી તેમના સ્વાસ્થ્ય અંગે લોકો સવાલ કરી રહ્યાં છે. પરંતુ વ્હાઈટ હાઉસ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી નથી. ગઈ કાલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ વેન્સે એક ઇન્ટરવ્યૂમાં કેટલીક બાબતોનો ખુલાસો કર્યો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં આ ટ્રેન્ડ શરૂ થયો છે. જેમ્સ ડેવિડ વેન્સનું કહેવું એવું હતું કે, જો, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ અઘટિત ઘટના બને છે તો તે રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે તૈયાર છે. આ નિવેદન બાદ અનેક પ્રકારની શંકાઓ સાથે ચર્ચાઓ થઈ રહી છે.