મોસ્કોમાં યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો, બે મોટા એરપોર્ટ અસ્થાયી રીતે બંધ…

મોસ્કોઃ રશિયામાં યુક્રેને એક મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં આશરે 16 લોકો ઘાયલ થયા છે. હુમલાના કારણે બે મુખ્ય એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. યુક્રેને ગઈકાલે રાત્રે મોસ્કોમાં ડ્રોન હુમલા કર્યા હતા. એક પછી એક 35 ડ્રોન છોડવામાં આવ્યા હતા. રશિયાએ દાવો કર્યો છે કે તેમણે તેમાંથી 28 ડ્રોનને હવામાં તોડી પાડ્યા છે. આ હુમલો યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે.
રશિયાએ યુક્રેનના 28 ડ્રોનને હવામાં તોડી પાડ્યા
મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને યુક્રેનિયન ડ્રોન હુમલાઓની પુષ્ટિ કરતા કહ્યું કે, હુમલાઓ રવિવારે રાત્રે સ્થાનિક સમય મુજબ રાત્રે 10 વાગ્યે શરૂ થયા હતા અને લગભગ પાંચ કલાક સુધી ચાલ્યા હતા. મોસ્કોના બ્રાયન્સ્ક ક્ષેત્રમાં એક યુક્રેનિયન ડ્રોન ક્રેશ થયું હતું, અને બે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બેલ્ગોરોડના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોવના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, યુક્રેનિયન ડ્રોન હુમલામાં 16 લોકો ઘાયલ થયા હતા. જેમની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ડોમોડેડોવો અને ઝુકોવ્સ્કી એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, હુમલા બાદ ડોમોડેડોવો અને ઝુકોવ્સ્કી એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યાં છે. આ બંને એરપોર્ટ પર લેન્ડિંગ થનારી ફ્લાઇટ્સને પણ અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ટેક-ઓફ થનારી ફ્લાઇટ્સ રદ કરીને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. આ દરમિયાન મુસાફરોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
રશિયાએ યુક્રેન પર 100 ડ્રોન વડે હુમલો કર્યો હતો
હુમલાની વાત કરવામાં આવે તો, આ પહેલા રશિયાએ યુક્રેન પર 100 ડ્રોન વડે હુમલો કર્યો હતો. જેમાંથી 90 ડ્રોનને ઉપર જ નસ્ટ કરી દેવામાં આવ્યાં હોવાનો યુક્રેને દાવો કર્યો હતો. તે હુમલામાં યુક્રેનમાં 7 બાળકો સહિત 29 લોકો ઘાયલ થયાં અને ત્રણ લોકોનું મોત થયું હતું. કુલ ચાર જગ્યાએ રશિયાન પાંચ ડ્રોન પડ્યાં હતાં. ત્યારે યુક્રેન દ્વારા પણ રશિયા પર હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેને રશિયા પર 35 ડ્રોન વડે હુમલો કર્યો હોવાનો જાણવા મળ્યું છે.
આ પણ વાંચો…યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકા પાસે મદદ માંગી, યુદ્ધ વિરામની શક્યતા નહિવત…



