જાપાની નૌકાદળના બે હેલિકોપ્ટર પ્રશાંત મહાસાગરમાં ક્રેશઃ એકનું મોત, સાત ગુમ

ટોક્યોઃ ટોક્યોની દક્ષિણે પ્રશાંત મહાસાગરમાં જાપાની નૌકાદળના બે હેલિકોપ્ટર ક્રેશ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને સાત લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળે છે. દેશના રક્ષા મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી. શનિવારની રાત્રે ટ્રેનિંગ દરમિયાન બન્ને હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા હોવાની શક્યતા છે. આ હેલિકોપ્ટરમાં આઠ ક્રૂ મેમ્બર હતા.
સંરક્ષણ પ્રધાન મિનોરુ કિહારાએ પત્રકારોને જણાવ્યું હતું કે મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ(એમએસડીએફ)ના બે એસએચ-૬૦કે હેલિકોપ્ટરમાં ચાલક દળના ચાર-ચાર સભ્યો સવાર હતા અને શનિવારે મોડી રાત્રે ટોક્યોથી લગભગ ૬૦૦ કિલોમીટર દક્ષિણમાં તોરીશિમા દ્વીપ નજીક સંપર્ક તૂટી ગયો હતો.
કિહારાએ કહ્યું કે આ દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ સંભવતઃ બન્ને હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા બાદ પાણીમાં પડી ગયા હતા. તેમણે કહ્યું કે બચાવકર્તાઓએ એક ફ્લાઇટ ડેટા રેકોર્ડર, પ્રત્યેક હેલિકોપ્ટરમાંથી એક બ્લેડ અને એક જ ક્ષેત્રમાં બન્ને હેલિકોપ્ટરના ટુકડાઓ મેળવ્યા છે. જે દર્શાવે છે કે બન્ને એસએચ-૬૦કે એકબીજાની નજીક ઉડી રહ્યા હતા. ક્રેશનું કારણ જાણવા માટે અધિકારીઓ ફ્લાઇટ ડેટાનું વિશ્લેષણ કરશે.
એમએસડીએફએ ગુમ થયેલા ક્રૂ મેમ્બર્સને શોધવા અને બચાવવા માટે આઠ યુદ્ધ જહાજો અને પાંચ એરક્રાફ્ટ તૈનાત કર્યા હતા. સિકોર્સ્કી દ્વારા વિકસિત અને સીહોક્સ તરીકે ઓળખાતા આ હેલિકોપ્ટરમાં બે ટ્વીન એન્જિન હતા. જેને મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંશોધિત અને ઉત્પાદિત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે એક વર્ષ પહેલા પણ ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ યુએચ-૬૦