ટ્રમ્પના સલાહકારનું હાસ્યાસ્પદ નિવેદનઃ ભારત દ્વારા રશિયાના ક્રૂડની ખરીદીથી બ્રાહ્મણોને ફાયદો! | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

ટ્રમ્પના સલાહકારનું હાસ્યાસ્પદ નિવેદનઃ ભારત દ્વારા રશિયાના ક્રૂડની ખરીદીથી બ્રાહ્મણોને ફાયદો!

અમેરિકાની 'જાતિવાદી' રણનીતિ? ટ્રમ્પના સલાહકારે ભારત પર ઉઠાવ્યા સવાલ!

વોશિંગ્ટનઃ રશિયા પાસેથી ભારતે તેલ ખરીદતું હોવાથી અમેરિકાએ ભારત પર 25 ટકા વધુ ટેરિફ લાદ્યા પછી પણ અમેરિકા હજુ પણ ભારતથી વધુ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા આરોપ મૂક્યો હતો કે ભારત ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાથી રશિયાને યુક્રેનના યુદ્ધ માટે પરોક્ષ રીતે ફંડિગ કરે છે. ત્યાર પછી હવે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિના ટ્રેડ એડવાઈઝર પીટર નવારોએ યુક્રેન યુદ્ધમાં મોદીનું યુદ્ધ ગણાવ્યું છે.

નવારોએ કહ્યું છે કે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાથી ભારતના અમુક ઉદ્યોગપતિઓને ફાયદો થાય છે અને હવે એનાથી આગળ નવારોએ હાસ્યાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે રશિયાના ઓઈલથી ભારતના બ્રાહ્મણોને ફાયદો થઈ રહ્યો છે. અગાઉ આપેલા નિવેદન સાથે હવે નવું નિવેદન બહાર આવતા તેની ટીકા પણ થઈ રહી છે, જ્યારે અમેરિકાની નીતિ પર પણ ગંભીર સવાલો કરવામાં આવી રહ્યા છે.

યોજનાબદ્ધ રાજકીય ષડયંત્ર કરવાનો ‘પ્રયાસ’
વ્હાઈટ હાઉસના ટ્રેડ એડવાઈઝરના હાસ્યાસ્પદ નિવેદનની જોરદાર લોકોએ ટીકા સાથે ગંભીર સવાલો કર્યાં છે. આવા નિવેદનથી લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આવા નિવેદનથી એક વાત સ્પષ્ટ થાય છે કે અમેરિકાની મુરાદ શું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નવારોએ કહ્યું છે કે રશિયાના ઓઈલથી બ્રાહ્મણોને ફાયદો થઈ રહ્યો છે અને એ પણ ભારતીય જનતાની કિંમતે. હવે સવાલ એવો પણ કરવામાં આવી રહ્યો છે કે કોઈ પણ આર્થિક ટીકામાં જાતિઓનો ઉલ્લેખ શા માટે કરવામાં આવે છે. આ બાબત સાધારણ ગણી શકાય નહીં અને એના પાછળ રાજકીય ષડયંત્ર હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

બ્રાહ્મણો વિરુદ્ધ હિંસા ફેલાવવાની અમેરિકાની ‘મુરાદ’
સૌથી મોટો સવાલ એ છે ટ્રમ્પના સલાહકાર પીટર નવારો અવારનવાર નિવેદનો આપતા હોય છે ત્યારે સવાલ થાય કે તેમની સ્ક્રિપ્ટ કોણ લખી રહ્યું છે. આખરે એ લોકો કોણ છે કે ભારતમાં જાતિ આધારિત હિંસા ફેલાવવા ઈચ્છે છે. એવું પણ હવે કહેવાય છે કે અમેરિકાની વાસ્તવિક ઈચ્છા ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાની નહીં, પરંતુ ભારતીય સમાજમાં જાતિવાદી હિંસા ફેલવવાની છે. આવા સંવેદનશીલ મુદ્દે કોઈ સલાહકાર આ પ્રકારનું નિવેદન કઈ રીતે આપી શકે છે. અમેરિકન થિંક ટેંક સીએનએએસના ઈન્ડો પેસેફિક એનાલિસ્ટ ડેરેક જે ગ્રોસમેન પીટર નવારાનો નિવેદન મુદ્દે કહ્યું કે ભારતમાં જાતિવાદી હિંસા ફેલાય એ પ્રકારે અમેરિકાની વિદેશ નીતિ હોવી જોઈએ. દરમિયાન અન્ય એક ડોક્ટર (ધ સ્કિન ડોક્ટર)એ એક્સ પર પણ નવારોના નિવેદનને વખોડી કાઢ્યું છે.

અમેરિકા ભારતમાં અશાંતિ ફેલાવવાની ‘ફિરાક’માં?
સિનિયર જર્નાલિસ્ટ અભિજીત મજૂમદારે પણ પીટર નવારોના નિવેદન મુદ્દે લખ્યું છે કે ટ્રમ્પના સલાહકાર પીટર નવારો કહે છે બ્રાહ્ણણ રશિયન ઓઈલથી ફાયદો કરી રહ્યો છે. તમને લાગે કે તે પાગલ છે પણ એવું નથી. ટ્રમ્પ પ્રશાસન ભારતમાં જાતિવાદી સમસ્યાનો ફાયદો ઉઠાવવાની કોશિશમાં ડીપ-સ્ટેટ-કમ્યુનિસ્ટ-ઇસ્લામિસ્ટની રણનીતિ અપનાવી રહ્યું છે. નિરાશાજનક અને ભયાનક. પીટર નવારોના આ નિવેદનથી સ્પષ્ટ છે કે અમેરિકા હવે ભારતમાં અશાંતિ ફેલાવવાની ફિરાકમાં છે. શક્ય છે કે આગામી દિવસોમાં અમેરિકામાં જાતિવાદી હિંસા ભડકે અને એના પાછળ અમેરિકન ગુપ્તચર એજન્સીનો હાથ પણ હોઈ શકે છે. હવે એ વાતનો પણ ઈનકાર કરી શકાય નહીં કે ભારતમાં પણ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના માફક સત્તા પરિવર્તન કરવાની કોશિશમાં અમેરિકા લાગી ગયું છે અને એના માટે જાતિ આધારિત તિરસ્કાર અને હિંસા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સત્તા પરિવર્તન માટે પણ અમેરિકા છે કુખ્યાત
અમેરિકાએ ભૂતકાળમાં જે દેશોમાં હિંસા ભડકાવી છે તેના માટે કુખ્યાત છે મહાસત્તા. રમખાણો અને આતંકવાદની સાથે સાથે વિપક્ષી નેતાઓને પૈસા આપીને અસ્થિરતા ફેલાવવાનો પણ અમેરિકાનો ઈતિહાસ છે. 1953માં ઈરાનમાં સીઆઈએ દેશમાં રમખાણો કરાવીને પ્રધાનમંત્રી મોહમ્મદ મોસાદેગને હટાવવામાં આવ્યા હતા. 1954માં ગ્વાટેમાલામાં રાષ્ટ્રપતિને હટાવ્યા હતા. 1961માં કોંગોમાં સત્તાપલટો કરાવવા માટે અમેરિકા પર સીધો આરોપ મૂકવામાં આવ્યો હતો. બ્રાઝિલ, ચિલિ, ગ્રીસ, ઈરાક, લિબિયા વગેરે દેશોના નામ પણ લેવાય છે. ઉપરાંત, પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર હોય કે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન માટે અમેરિકાનો હાથ હોવાનું કહેવાય છે. ભારતમાં પણ સીઆઈએ આ પ્રકારનો પ્રયાસ કરી ચૂક્યું છે, પરંતુ નિષ્ફળતા મળી હોવાના અહેવાલ છે.

આપણ વાંચો:  પીએમ મોદીએ કહ્યું કે પહલગામમાં આતંકનો ભયાવહ ચહેરો જોયો, આતંકવાદના દરેક સ્વરૂપનો વિરોધ જરૂરી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button