‘ટ્રમ્પ ઇઝ ડેડ’ , ટ્રમ્પ ગુજરી ગયાના દાવા સાથેની પોસ્ટ ટ્રેન્ડિંગમાં, વાઈસ પ્રેસિડેન્ટના જવાબે હવા આપી

વોશિંગ્ટન ડીસી, અમેરિકાઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેન્ડ થઈ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ‘ટ્રમ્પ ઇઝ ડેડ’ પર 56,900 થી વધુ પોસ્ટ્સ ટ્રેન્ડ કરી રહી હતી. આ ટ્રેન્ડના કારણે અત્યારે 79 વર્ષીય ટ્રમ્પના સ્વાસ્થ્ય વિશે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ રહી છે. શું ટ્રમ્પનું સ્વાસથ્ય ખરેખર બગડ્યું છે. આખરે શા માટે ‘ટ્રમ્પ ઇઝ ડેડ’સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

ફરી એકવાર ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે ચર્ચાઓ શરૂ થઈ
આ પહેલા યુએસ રાષ્ટ્રપતિના હાથ પર ઉઝરડા અને પગની ઘૂંટીમાં સોજા સાથે જોવા મળ્યા હતાં. જેની સોશિયલ મીડિયામાં મહિનાઓ સુધી ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે ચર્ચાઓ થઈ રહી હતી. જોકે વ્હાઇટ હાઉસે તે સમયે અફવાઓને ફગાવી દીધી હતી, પરંતુ મેકઅપમાં ઢંકાયેલા તેમના ઉઝરડાના સમાન ફોટાએ તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર ભારે ધમાલ મચાવી દીધી છે. અત્યારે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.
ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ શું કહ્યું?
આ બાબતે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ સ્પષ્ટ રીતે કહ્યું હતું, ડોનાલ્ડ ટ્રમ્પ મોડી રાત સુધી કામ કરતા રહે છે. જ્યારે સવારે પણ વહેલા કામે લાગી જાય છે. 79 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનાનારા અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ છે.’ મહત્વની વાત એ છે કે, 41 વર્ષની ઉંમરે વેન્સ યુએસ ઇતિહાસમાં ત્રીજા સૌથી યુવાન ઉપરાષ્ટ્રપતિ છે. પરંતુ ચર્ચાનો વિષય અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે એક્સ પર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે છે. આ વાતમાં કેટલી હકીકત છે તેની જાણકારી વાઇટ હાઉસ દ્વારા સત્તાવાર રીતે કોઈ વિગતો આપવામાં આવે ત્યારે ખબર પડશે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વેન્સે શા માટે આવો જવાબ આપ્યો?
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ વેન્સે કહ્યું કે જો પરિસ્થિતિની જરૂર પડે તો તે નેતૃત્વ કરવા તૈયાર છે. છેલ્લા 200 દિવસોમાં મેં નોકરી પર ઘણી સારી તાલીમ મેળવી છે. અને જો, ભગવાન ના કરે, કોઈ ભયંકર દુર્ઘટના બને તો મને નોકરી પરની તાલીમ કરતાં વધુ સારી તાલીમ મળી શકે નહીં,” તેમણે ઉમેર્યું. હવે આમાં પ્રશ્ન એ છે કે,
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ વેન્સ ક્યાં ખતરાની વાત કરી રહ્યાં છે? અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ વેન્સનો આ જવાબ ખરેખર અનેક પ્રકારની ચર્ચાઓને વેગ આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો…ટ્રમ્પની ટેરિફ નીતિને કાનૂની પડકાર: અપીલ કોર્ટે મોટાભાગના ટેરિફ ગેરકાયદેસર ગણાવ્યા…