ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું, અમેરિકન મુસ્લિમો વિરોધ નોંધાવ્યો…

વોશિંગ્ટન ડીસી: દુનિયાભરના મુસ્લિમ સમુદાય માટે પવિત્ર મહિના રમઝાનના છેલ્લા કેટલાક દિવસો બાકી છે, દિવ ભર રોઝા રાખ્યા બાદ સાંજે ઇફ્તારીનું આયોજન કરવામાં આવી આવે છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન (Donald Trumps Iftar Dinner) કર્યું હતું, આ દરમિયાન ટ્રમ્પે દુનિયાભરમાં મુસ્લિમ ધર્મ પાડતા લોકોને શુભકામનાઓ પાઠવી. જોકે ટ્રમ્પની આ ઇફ્તાર પાર્ટીમાં વિવાદ પણ ઉભો થયો, આ ઇફ્તાર ડિનર પાર્ટી અંગે અમેરિકન મુસ્લિમો ગુસ્સે ભરાયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસ વ્હાઇટ હાઉસ ખાતે ઇફ્તાર ડિનર પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “હું વ્હાઇટ હાઉસ ખાતે ઇફ્તાર ડિનરમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આપણે ઇસ્લામના પવિત્ર મહિના, રમઝાનની ઉજવણી કરી રહ્યા છીએ. આ મહિનો ખૂબ જ સુંદર છે. વિશ્વભરના મુસ્લિમોને રમઝાનની શુભકામનાઓ. અમે દુનિયાના સૌથી મહાન ધર્મોમાંના એક ધર્મનો આદર કરીએ છીએ.”
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય; અમેરિકામાં આયાત થતી કાર પર આટલા ટકા ટેરીફ ઝીંક્યો…
ટ્રમ્પે કહ્યું કે આ પવિત્ર મહિના દરમિયાન, મુસ્લિમો સવારથી સાંજ સુધી ઉપવાસ રાખે છે. આપણે ખુદાની ઈબાદત કરે છે. આ પછી, વિશ્વભરના મુસ્લિમો દરરોજ રાત્રે પોતાના પરિવાર અને મિત્રો સાથે મળીને ખુદાનો આભાર માને છે અને ઇફ્તાર કરે છે. આપણે બધા દુનિયામાં શાંતિ ઇચ્છીએ છીએ.
ટ્રમ્પે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે તેમના વહીવટીતંત્રના રાજદ્વારી પ્રયાસો પર પણ ભાર મુક્યો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “તમારી પાસે વ્હાઇટ હાઉસમાં કોઈ છે જે તમને પ્રેમ કરે છે.”
આ ઈફ્તાર દીનારમાં અમરિકાના ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી, જેમાં તુલસી ગબાર્ડ, ક્રિસ લેન્ડૌ અને મોર્ગન ઓર્ટેગાસનો સમાવેશ થાય છે. ટ્રમ્પે સેનેટર લિન્ડસે ગ્રિમ અને કોંગ્રેસમેન અબે હમ્માડેનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે તેમના સમર્થન અને યોગદાન બદલ તેમનો આભાર માન્યો.
આ પણ વાંચો:ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, અમેરિકામાં મતદાન માટે ફરજિયાત કરવામાં આવી આ વસ્તુ…
ટ્રમ્પનો વિરોધ:
યુએસના ફાઈટર પ્લેન્સ યમનમાં સતત બોમ્બમારો કરી રહ્યા છે અને ટ્રમ્પ ગાઝા પર કબજો કરવાની વાત કરી રહ્યા છે, એવામાં ટ્રમ્પે ઇફતાર ડીનરનું આયોજન કર્યું હતું. જેના કારણે લોકોએ તેને માત્ર દેખાડો ગણાવી રહ્યા છે.
એક તરફ વ્હાઈટ હાઉસમાં ઇફતાર ડીનર ચાલી રહ્યું હતું, તો બીજી તરફ ઘણા મુસ્લિમ નાગરિક અધિકાર ગ્રુપ્સએ વ્હાઇટ હાઉસની વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓના મત મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર દંભ કરી રહ્યા છે. એક તરફ ટ્રમ્પ દેશમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકે છે અને બીજી તરફ તે ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરે છે.
વ્હાઈટ હાઉસમાં ઇફ્તાર પાર્ટીની શરૂઆત 1996 માં તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના કાર્યકાળ દરમિયાન થઈ હતી, જે પછીના યુએસ રાષ્ટ્રપતિઓ જ્યોર્જ બુશ અને બરાક ઓબામાએ આ પરંપરા ચાલુ રાખી હતી. ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ વર્ષ 2017માં હાઉસની ઇફ્તાર પાર્ટી રદ કરી હતી.