પત્રકાર ખાશોગી હત્યા કેસમાં ટ્રમ્પે સાઉદીના પ્રિન્સને ‘ક્લીન ચિટ’ આપી! US ઇન્ટેલિજન્સના રિપોર્ટને ફગાવ્યો!

વોશિંગ્ટન ડીસી: સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન યુએસના પ્રવાસે પહોંચ્યા છે, સાત વર્ષમાં સાઉદી અરેબિયાના શાસકની આ પહેલી યુએસ મુલાકાત છે. આ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું સ્વાગત કર્યું હતું. વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે 2018 માં પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં મોહમ્મદ બિન સલમાનનો હાથ હોવાના યુએસ ઈન્ટેલીજન્સ રીપોર્ટને ફગાવી દીધા હતાં.
2 ઓક્ટોબર, 2018 ના રોજ તુર્કીના ઇસ્તંબુલમાં સ્થિત સાઉદી અરેબિયાના દુતાવાસની અંદર મૂળ સાઉદી અરેબિયા પત્રકાર જમાલ ખાશોગીની હત્યા થઇ હતી. યુએસના વર્જીનીયામાં રહેતા જમાલ ખાશોગી પત્રકાર અને વોશિંગ્ટન પોસ્ટના કટારલેખક હતા, તેઓ સાઉદી સરકાર અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના પ્રખર ટીકાકાર રહ્યા હતા. યુએસની ઈન્ટેલીજન્સ એજન્સીએ જણાવ્યું હતું કે પ્રિન્સ સલમાને આ હત્યાને મંજૂરી હતી.
ટ્રમ્પે સલમાનને ક્લીન ચિટ આપી:
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ ઈન્ટેલીજન્સ એજન્સીના તારણોને ફલાગવતા કહ્યું કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને ખાશોગીની હત્યા વિશે કોઈ ખબર ન હતી. ટ્રમ્પે કહ્યું કે સાઉદી અરેબિયા આગામી દાયકાઓમાં મધ્ય પૂર્વમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. ક્રાઉન પ્રિન્સ સલમાને પણ ખાશોગીની હત્યામાં તેમની સંડોવણીનો ઇનકાર કર્યો હતો.
‘મહેમાનને હેરાન ન કરો’
સલમાનનો બચાવ કરતા ટ્રમ્પે કહ્યું કે જમાલ ખાશોગીની હત્યા અત્યંત વિવાદાસ્પદ મામલો હતો. તેમની સામે ઘણાં લોકોને વાંધો હતો.
ટ્રમ્પે કહ્યું, “પ્રિન્સ સલમાન ખાશોગીની હત્યા વિષે કંઈ જાણતા નહોતા, આપણે આ મુદ્દાને અહીંયા જ છોડી શકીએ છીએ.” તેમણે પત્રકારોને કહ્યું, “તમારે આવો પ્રશ્ન પૂછીને અમારા મહેમાનને હેરાન કરવાની જરૂર નથી.”
પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું કે ખાશોગીના મૃત્યુની તપાસ માટે સાઉદી અરેબિયાએ બનતા તમામ યોગ્ય પગલાં લીધાં. એ ખુબ જ દુઃખદ બનાવ હતો અને તે એક મોટી ચૂક હતી.
સાઉદી અરેબિયામાં કરવામાં માનવ અધિકારો અંગે કરવામાં આવી રહેલા સુધારા અંગે ટ્રમ્પે ક્રાઉન પ્રિન્સના વખાણ કર્યા. ટ્રમ્પે કહ્યું “મને તેમના કામ પર ખૂબ ગર્વ છે, માનવ અધિકારો અને અન્ય તમામ બાબતોમાં તેમણે જે કર્યું છે તે અવિશ્વસનીય છે.”
સાઉદી સરકારના ટીકાકાર જમાલ ખાશોગીની ની અંદર સાઉદી એજન્ટોની એક ટીમ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક નિંદા કરવામાં આવી હતી અને વૈશ્વિક કટોકટી ઉભી થઈ હતી.
ટ્રમ્પે સાઉદી શાસકનું વોશિંગ્ટનમાં સ્વાગત કર્યું, જેમાં સલમાન સાત વર્ષમાં વ્હાઇટ હાઉસની પ્રથમ મુલાકાતમાં જોડાયા હતા. રાજ્યના ઉગ્ર ટીકાકાર ખાશોગી પર થયેલા ઓપરેશનને કારણે અમેરિકા-સાઉદી સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે યુએસ ગુપ્તચર તારણોને ફગાવી દીધા હતા કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને 2018 માં પત્રકાર જમાલ ખાશોગીની હત્યા વિશે ખબર હતી, અને કહ્યું હતું કે તેમને “તે વિશે કંઈ ખબર નહોતી”.
આપણ વાંચો: ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન હજુ ઉભરી શક્યું નથી, અનેક એરબેઝનું સમારકામ બાકી



