અમેરિકા વેનેઝુએલા પર ફરી હુમલો નહીં કરે: ડોનાલ્ડ ટ્રમ્પની નવી જાહેરાત

વેનેઝુએલાના રાજકીય કેદીઓને મુક્ત કરશે; ટ્રમ્પે ડેલ્સી રોડ્રિગ્ઝ સરકારના સહકારના કર્યા વખાણ
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે કહ્યું હતું કે દક્ષિણ અમેરિકન દેશ તરફથી સહયોગ મળ્યા બાદ તેમણે વેનેઝુએલા પર ફરીથી હુમલાઓ કરવાની યોજના રદ કરી દીધી છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા અને વેનેઝુએલા સાથે મળીને સારી રીતે કામ કરી રહ્યા છે અને કહ્યું કે “મોટી તેલ” કંપનીઓ વેનેઝુએલામાં ઓછામાં ઓછા 100 અબજ ડોલરનું રોકાણ કરશે.
જોકે, તેમણે એમ પણ કહ્યું કે વેનેઝુએલામાં બધા તેલ ટેન્કર “સુરક્ષાના કારણોસર” પોતાના સ્થાને જ રહેશે. ટ્રમ્પના આદેશ પર અમેરિકન સૈન્યએ 3 જાન્યુઆરીએ વેનેઝુએલા પર આક્રમણ કર્યું અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી લીધા હતા અને તેમના પર અમેરિકામાં નાર્કોટેરોરિઝમનો આરોપ લગાવ્યા છે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે વેનેઝુએલા “શાંતિ મેળવવાની” સંકેત તરીકે મોટી સંખ્યામાં રાજકીય કેદીઓને મુક્ત કરી રહ્યું છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સ્વપ્નદ્રષ્ટા પગલું છે. અમેરિકા અને વેનેઝુએલા સાથે મળીને ખાસ કરીને તેમના તેલ અને ગેસ માળખાને મોટા, વધુ સારા અને વધુ આધુનિક સ્વરૂપમાં ફરીથી બનાવવાના સંદર્ભમાં સારી રીતે કામ કરી રહ્યા છે.
આ સહયોગને કારણે મેં અગાઉ અપેક્ષિત હુમલાઓની બીજી લહેર રદ કરી છે, જે હવે જરૂરી લાગતી નથી. જો કે, સુરક્ષા કારણોસર બધા જહાજો તેમના સ્થાનો પર રહેશે. ઓછામાં ઓછા 100 અબજ ડોલરનું રોકાણ મોટી તેલ કંપનીઓ દ્વારા કરવામાં આવશે, જેમની સાથે હું આજે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરીશ.”
કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝના ભાઈ જોર્જ રોડ્રિગ્ઝે સ્પષ્ટ કર્યું નથી કે કોને મુક્ત કરવામાં આવશે અને કેટલાને મુક્ત કરવામાં આવશે. 2024ની તોફાની ચૂંટણીઓ પછી મોટા પાયે અટકાયત કરવામાં આવી હોવા છતાં વેનેઝુએલાની સરકાર કહે છે કે તે રાજકીય કેદીઓને રાખતી નથી. અમેરિકન સરકાર અને દેશના વિપક્ષે વિપક્ષી નેતાઓ અને ટીકાકારોને મુક્ત કરવાની માંગ કરી છે.
ટ્રમ્પે કહ્યું છે કે વોશિંગ્ટન આવનારા ઘણા વર્ષો સુધી વેનેઝુએલાની દેખરેખ રાખી શકે છે અને દેશના વિશાળ તેલ ભંડારમાંથી તેલ કાઢવાનું ચાલુ રાખી શકે છે. ફોક્સ ન્યૂઝ પર આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝની સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે, “તેઓ મહાન રહ્યા છે. અમે જે ઇચ્છતા હતા તે બધું તેમણે અમને આપ્યું છે.”
આ પણ વાંચો…મોદીએ ફોન ન કર્યો એટલે ભારત-યુએસ વેપાર કરાર ન થયો! ટ્રમ્પના સલાહકારનો ચોંકાવનારો દાવો…



