ઇન્ટરનેશનલ

દુનિયાના સૌથી મોટા ‘સેક્સ સ્કેન્ડલ’ નો ખુલાસો થશે! ટ્રમ્પે ‘એપસ્ટેઇન ફાઇલ્સ’ જાહેર કરવાની મંજુરી આપી

વોશિંગ્ટન ડીસી: છેલ્લા ઘણાં મહિનોથી ચાલી રહેલા બહરે રાજકીય દબાણના અંતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જેફરી એપસ્ટેઇન સાથે સંબંધિત તમામ ફાઇલો જાહેર કરવાની જાહેરાત (Jeffrey Epstein files to release) કરી છે, જેના માટે તેમણે એક બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આ ફાઈલો જાહેર થતા દુનિયાના સૌથી મોટા ‘સેક્સ સ્કેન્ડલ’નો પર્દાફાસ થઇ શકે છે, જેમાં યુએસ અને યુરોપના ઘણાં રાજકીય નેતા અને સેલિબ્રીટીઓના નામ ખુલી શકે છે.

અહેવાલ મુજબ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા બાદ એપસ્ટેઇન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ તમામ માહિતી જાહેર કરવામાં આવશે. ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એપસ્ટેઇન કેસની તપાસ વિશેની તમામ ફાઈલ્સ 30 દિવસની અંદર સર્ચ કરી શકાય તેવા અને ડાઉનલોડ કરી શકાય તેવા ફોર્મેટમાં જાહેર કરશે.

ટ્રમ્પે શું કહ્યું?

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોત કરીને જણાવ્યું કે એપસ્ટેઇનના ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ સાથે સંબંધો હોવાના કારણે આ ફાઇલો જાહેર કરવાના બિલને મંજૂરી આપવાનું નક્કી કર્યું છે.

ટ્રમ્પે લખ્યું,”ડેમોક્રેટ્સ અને જેફરી એપ્સ્ટેઇનના સંબંધો વિશેનું સત્ય ટૂંક સમયમાં જાહેર થશે, કારણ કે મેં એપ્સ્ટેઇન ફાઇલો બહાર પાડવા માટેના બિલ પર હસ્તાક્ષર કર્યા છે. જેમ કે બધા જાણે છે, મેં હાઉસના સ્પીકર માઇક જોહ્ન્સનને હાઉસ અને સેનેટ મેજોરીટી લીડર જોન થુનને સેનેટમાં આ બિલ પસાર કરવા કહ્યું હતું. બિલના તરફેણમાં લગભગ સર્વસંમતિથી મત મળ્યા. મારા નિર્દેશ પર ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પહેલાથી જ કોંગ્રેસને લગભગ પચાસ હજાર પાનાના દસ્તાવેજો સોંપી ચુક્યું છે.”

એપસ્ટેઇન ફાઇલો શું છે?

દોષિત સેક્સ ટ્રાફિકર્સ જેફરી એપ્સટિન, ગીસ્લેન મેક્સવેલ અને તેમના સહયોગીઓ સામેના કેસોની તપાસ દરમિયાન મળેલી માહિતીની ફાઈલોમાં ગુપ્ત રાખવામાં આવી છે, જેને ‘એપસ્ટેઇન’ ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે.
અહેવાલ મુજબ આ કેસ અંગેની ફાઈલ્સનો 300 ગીગાબાઇટ્સથી વધુ ડેટા ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(FBI)ની કેસ મેનેજમેન્ટ સિસ્ટમમાં સંગ્રહિત છે. આ ડેટાબેઝમાં જેફરી એપ્સ્ટેઇનના ગ્રાહકોની યાદીપણ છે, જેમાં ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, બ્રિટિશ શાહી પરિવારના રાજકુમાર એન્ડ્રુ અને યુએસના ઘણાં સરકારી અધિકારીઓના નામ હોવાની શક્યતા છે.

ટ્રમ્પનું નામ પણ સામેલ હોઈ શકે છે?

એપસ્ટેઇન સાથે જોડાયેલા લગભગ 20,000 પાનાના દસ્તાવેજો ગત અઠવાડિયે જ જાહેર કરવામાં આવ્યા હતાં. એપસ્ટેઇને 2018 ના એક મેસેજમાં ટ્રમ્પનો સીધો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “હું જ તેને નીચે પાડી શકું છું,” અને “હું જાણું છું કે ડોનાલ્ડ કેટલો ગંદો છે.”

ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ 2019 માં ફેડરલ જેલમાં જેફરી એપસ્ટેઇના મોત અંગેની તપાસ વિશેની માહિતી પણ જાહેર કરવામાં આવશે.

આ ફાઈલ જાહેર જાહેર હતા આંતરરાષ્ટ્રીય સ્તરે હોબાળો મચી શકે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button