ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકામાં શટડાઉનનો ખતરો ટળ્યો, કોંગ્રેસે ફંડિંગ બિલને મંજૂરી આપી

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(યુએસએ)માં 1લી ઓક્ટોબરથી સંભવિત શટડાઉનનો ખતરો ટળી ગયો છે. યુએસ સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને ઉપલા ગૃહ સેનેટે ફેડરલ સરકારે રજૂ કરાયેલા 45 દિવસના ફંડ માટેના બિલને મંજૂરી આપી દીધી હતી. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 335-91ના મતથી સ્ટોપગેપ ફંડિંગ બિલ પસાર કર્યું.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટ્સ સહિત મોટાભાગના રિપબ્લિકન સાંસદોએ ફંડિંગ બિલના સમર્થનમાં મતદાન કર્યું હતું. જોકે, એક ડેમોક્રેટ અને 90 રિપબ્લિકન સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ મધ્યરાત્રિ પહેલા આ બિલને સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના બહુમત વાળા ઉપલા ગૃહ સેનેટમાં મોકલવામાં આવ્યું હતું, જ્યાં 88 સાંસદોએ તેના સમર્થનમાં મતદાન કર્યું હતું, જ્યારે વિરોધમાં માત્ર નવ મત પડ્યા હતા.

આ બિલ રાષ્ટ્રપતિ જો બિડેનની આગેવાની હેઠળની ફેડરલ સરકારને 17 નવેમ્બર સુધી 45 દિવસ માટે ફંડ પૂરું પાડશે. આ સાથે સેનેટ પ્રસ્તાવમાં રશિયા સામે યુદ્ધ લડવા યુક્રેન માટે છ અબજ ડોલર અને અમેરિકન આપત્તિ રાહત માટે છ અબજ ડોલરની જોગવાઈ કરવામાં આવી હતી.

હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થીએ ખર્ચમાં ભારે કાપ મૂકવાની તેમની માગણીમાંથી પીછેહઠ કરી ત્યાર બાદ આ બિલ પસાર થઈ થઇ શક્યું હતું. મેકકાર્થીએ ગૃહના મતદાન પહેલા કહ્યું હતું કે અમે અમારી જવાબદારી નિભાવવા જઈ રહ્યા છીએ. અમે ગૃહમાં સમજણપૂર્વક કામ લેશું અને સરકારને સમર્થન આપીશું. આ પહેલા ન્યૂયોર્ક ડેમોક્રેટિક સાંસદ હકીમ જેફ્રીસે કહ્યું હતું કે, અમેરિકન લોકો વધુ સારી સ્થિતિના હકદાર છે. પરંતુ ‘અતિવાદી’ રિપબ્લિકન્સ શટડાઉનનું જોખમ વધારી રહ્યા છે.

અહેવાલો અનુસાર, જો અમેરિકામાં 1 ઓક્ટોબરથી શટડાઉન લાગુ થયું હોત તો તમામ બિન-આવશ્યક સેવાઓ બંધ થઈ કરવામાં આવી હોત. આ શટડાઉન ત્યાં સુધી ચાલુ રહી શકે જ્યાં સુધી સરકારને ખર્ચ માટે ભંડોળ છુટું કરવા સંબંધિત બિલ યુએસ સંસદમાં પસાર ન થાય અથવા સરકારને વધારાની લોન લેવાની મંજૂરી ન મળે. જો આવું થયું હોત તો અમેરિકાની અર્થવ્યવસ્થાની સાથે સાથે વિશ્વભરની અર્થવ્યવસ્થા પર પણ તેની અસર પડી હોત. પરંતુ હાલ પુરતો શટડાઉનનો ખતરો ટળી ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button