ઇન્ટરનેશનલ

આ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં મૂકવામાં આવ્યો હિજાબ, બુરખા પર પ્રતિબંધ

મધ્ય એશિયામાં આવેલા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ તાજિકિસ્તાનની સંસદે હિજાબ અને બુરખા જેવા ઇસ્લામિક વસ્ત્રો પર પ્રતિબંધ મૂકતો વિવાદાસ્પદ કાયદો પસાર કર્યો છે. હવે ત્યાંની સરકાર આ કાયદાનો અમલ કરવા જઈ રહી છે. જેના કારણે ત્યાં ખળભળાટ મચવાની શક્યતા છે. તાજિકિસ્તાન સોવિયત યુનિયનથી અલગ થયેલો દેશ છે, જે મુસ્લિમ બહુમતી ધરાવે છે અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાન સાથે તેની સરહદ લાગે છે. આવી સ્થિતિમાં, ત્યાં હિજાબ અને બુરખા પહેરવા પર પ્રતિબંધને કારણે વિવાદ વધે તેવી પૂરેપૂરી સંભાવના છે કારણ કે પડોશી દેશ અફઘાનિસ્તાનમાં બુરખો પહેરવો ફરજિયાત છે.

તાજિકિસ્તાની સંસદના ઉપલા ગૃહ મજલિસી મિલ્લીએ 19 જૂને બિલ પસાર કર્યું હતું, જેમાં ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ-ઉલ-અઝહા દરમિયાન બાળકોના વિદેશી પોશાક પર પ્રતિબંધની જોગવાઈ રાખવામાં આવી છે. સંસદના નીચલા ગૃહ, મજલિસી નમોયાંદગોને 8 મેના રોજ જ બિલ પસાર કર્યું હતું અને બુરખા અને હિજાબ જેવા વિદેશી વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધની ભલામણ કરી હતી.

આ પણ વાંચો…
તો શું હવે તેજસ્વી પ્રકાશ / કરણ કુન્દ્રા બ્રેકઅપના માર્ગે!

આ બિલ પર ચર્ચા દરમિયાન તાજિકિસ્તાનની સંસદે કહ્યું કે મહિલાઓના ચહેરાને આવરી લેતો બુરખો તાજિક પરંપરા કે સંસ્કૃતિનો ભાગ નથી, તેથી તેમના દેશમાં આવા વિદેશી વસ્ત્રો પર પ્રતિબંધ છે. રાષ્ટ્રપતિ રૂસ્તમ ઈમોમાલીની અધ્યક્ષતામાં સંસદના 18મા સત્રમાં સાંસ્કૃતિક પ્રથાઓ, બાળકોના ઉછેરમાં શિક્ષકોની ભૂમિકા અને માતા-પિતાની ફરજો સંબંધિત કાયદાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા.

નવા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લોકો પર ભારે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. બિલની જોગવાઈઓ અનુસાર, વ્યક્તિઓને 7,920 સોમોની (સ્થાનિક ચલણ)ની સુધીનો દંડ થઈ શકે છે, જ્યારે કંપનીઓને 39,500 સોમોની સુધીનો દંડ થઈ શકે છે. અધિકારીઓ અને ધાર્મિક નેતાઓને આનાથી પણ વધુ દંડનો એટલે કે લગભગ 54,000 અને 57,600 સોમોની દંડ ભરવો પડે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજિકિસ્તાનમાં લગ્ન અને અંતિમ સંસ્કાર પર પણ પ્રતિબંધ છે. આ સિવાય દાઢી રાખવા પર પણ પ્રતિબંધ છે. એટલે કે પુરુષો માટે દાઢી કપાવવી જરૂરી છે. જો કોઈ દાઢી રાખતો જોવા મળે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. અહીં ઇસ્લામિક પુસ્તકોના વેચાણ પર પણ પ્રતિબંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત