…..જ્યારે માધુરીની ખૂબસુરતી અજય દેવગન માટે બની પરેશાની
અજય દેવગને તેની કારકિર્દીમાં અત્યાર સુધી અનેક ટોપની હિરોઇન સાથે કામ કર્યું છે, જેમાંથી એક માધુરી દિક્ષીત પણ છે. માધુરીએ પોતાની સુંદરતા અને ડાન્સની નિપુણતાથી 90ના દાયકામાં સિનેમા પર રાજ કર્યું હતું. તેની એક્ટિંગ પર ચાહકો જ નહીં બોલિવૂડના ઘણા કલાકારો પણ દિવાના હતા. આજે અમે તમને એક ઘટના જણાવીએ છીએ. અજય દેવગન પણ આ ધક ધક ગર્લને જોઇને હોંશ ખોઇ બેઠા હતા અને સિગારેટથી દાઝી ગયા હતા.
આ સ્ટોરી અજય દેવગન અને માધુરી દીક્ષિતની ફિલ્મ ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ના સમયની છે. આ ફિલ્મ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં બંને વચ્ચે ખૂબ જ સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી. જ્યારે માધુરી અને અજય આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે કંઈક એવું બન્યું હતું કે અજય દેવગણના હોઠ સિગારેટથી દાઝી ગયા હતા. હા, તમે તે સાચું વાંચ્યું. આ વાતનો ખુલાસો ખુદ અજય દેવગણે ફિલ્મ ‘ડબલ ધમાલ’ના પ્રમોશન દરમિયાન કર્યો હતો. અજય દેવગન અને માધુરી દીક્ષિત વર્ષો પછી આ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા.
Read more: ફાટેલા કપડાં પહેરી દુબઇના રસ્તા પર વાધને લઇને ફરવા નીકળી આ કરોડપતિ હસીના
અભિનેતાએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તે માધુરીની સુંદરતામાં એટલો મગ્ન થઇ ગયો હતો કે તેણે પોતાના હાથમાં રહેલી સળગતી સિગારેટ પોતાનાહોઠ પર મૂકી દીધી હતી , જેને કારણે એનો હોઠ દાઝી ગયો હતો. અજયે જણાવ્યું કે, ‘ફિલ્મના શૂટિંગના એક દિવસે તે બધા સાથે બેસીને વાતો કરી રહ્યો હતો. ત્યારબાદ માધુરી ત્યાં આવીને બેઠી, જે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેં એમની તરફ જોયું અને એમને જોતો જ રહ્યો. મને યાદ પણ ન હતું કે મારા હાથમાં સિગારેટ હતી અને ભૂલમાં મેં સિગારેટનો સળગતો ભાગ હોઠ પર મૂકી દીધો. આજે પણ મારા હોઠની નીચેના ભાગ પર દાઝ્યાનું નિશાન છે.
Read more: Sonakshi weds Zahir: જાણો નાનકડા સમારંભમાં કોણ કોણ રહેશે હાજર
જ્યારે અજય આ વાર્તા સંભળાવી રહ્યો હતો ત્યારે માધુરી દીક્ષિત પણ ત્યાં હાજર હતી. જે અજયની વાત સાંભળીને એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ અને જોર જોરથી હસવા લાગી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો મેદાન બાદ અજય દેવગન ટૂંક સમયમાં જ ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જોવા મળશે. જેનું તેણે હાલમાં જ કાશ્મીરમાં શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના સિવાય અક્ષય કુમાર, રણવીર સિંહ, અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ અને કરીના કપૂર ખાન પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થાય તેવી શક્યતા છે. આ સિવાય અજય રેઈડ 2, ઓરોં મેં કહાં દમ થા, દે દે પ્યાર દે-2 જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.