ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અંગે વ્હાઇટ હાઉસે ચિંતા વ્યક્ત કરી

વોશીંગ્ટન: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઇ રહેલા હુમલા અંગે વ્હાઇટ હાઉસે ચિંતા વ્યક્ત કરી છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વ્હાઇટ હાઉસના મુખ્ય પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે અમેરિકામાં જાતિ, લિંગ, ધર્મ કે અન્ય કોઈ કારણથી થતી હિંસા અસ્વીકાર્ય છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન અને સમગ્ર વહીવટીતંત્ર આવા હુમલાઓ સામે સતર્ક છે. અમે અમેરિકન ધરતી પર હુમલાને રોકવા માટે સતત કામ કરી રહ્યા છીએ.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય વિદ્યાર્થી વિવેક તનેજા 15મી સ્ટ્રીટ નોર્થવેસ્ટના 1100 બ્લોકમાં 2 ફેબ્રુઆરીએ સવારે 2 વાગ્યાની આસપાસ ફૂટપાથ પર પડેલો જોવા મળ્યો હતો. તેને જીવલેણ ઈજાઓ થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તનેજાની કોઈ સાથે વચ્ચે બોલાચાલી થઈ હતી, જેને કારણે અજાણ્યા વ્યક્તિએ તનેજા સાથે મારપીટ કરી જમીન પર પછાડી દીધો હતો અને તેનું માથું ફૂટપાથ સાથે અથડાયું હતું. 7 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.

6 ફેબ્રુઆરીએ અમેરિકાના શિકાગોમાં પણ એક ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો હતો. વિદ્યાર્થીની ઓળખ હૈદરાબાદના રહેવાસી સૈયદ મઝહિર અલી તરીકે થઈ છે. ભારતીય મિશને અલી અને તેના પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

અમેરિકાના ઓહાયોના સિનસિનાટીમાં પણ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું, જેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. વિદ્યાર્થીની ઓળખ શ્રેયસ રેડ્ડી તરીકે થઈ હતી અને તે લિન્ડર સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતો હતો.

આ સિવાય પરડ્યુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નીલ આચાર્યનું પણ અમેરિકામાં મૃત્યુ થયું હતું. નીલ આચાર્ય કેટલાક દિવસોથી ગુમ હતો. થોડા કલાકો પછી, યુનિવર્સિટી કેમ્પસમાંથી તેની લાશ મળી આવી હતી.

હરિયાણાના પંચકુલાના વિવેક સૈનીને પણ 16 જાન્યુઆરીએ જ્યોર્જિયાના લિથોનિયામાં એક બેઘર વ્યક્તિએ માર માર્યો હતો. વિવેક જ્યોર્જિયાના લિથોનિયામાં MBA કરી રહ્યો હતો.

વધુમાં, ભારતીય વિદ્યાર્થી અકુલ ધવન પણ જાન્યુઆરીમાં યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બના-ચેમ્પેન (UIUC) બહાર મૃત હાલતમાં મળી આવ્યો હતો. 18 વર્ષના વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે તેમનું મૃત્યુ હાયપોથર્મિયાથી થયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…