અમેરિકામાં ‘શટડાઉન’ના એંધાણ: ડેમોક્રેટ્સ vs રિપબ્લિકન્સના મતભેદોથી ‘મંદી’નું સંકટ?

સરકારી ફન્ડિંગની મુદ્દત પૂરી થતાં અમેરિકા પર આર્થિક સંકટ, લાખો કર્મચારીઓની છટણીની લટકતી તલવા
વોશિંગ્ટનઃ અમેરિકામાં જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવી છે ત્યારથી સરકારના નિર્ણયો અને અમેરિકા વિવાદો વચ્ચે ઘેરાયેલું રહ્યું છે. ઉપરાંત, ‘ટેરિફ નીતિ’થી લઈ દેશ માટે લીઘીલા નિર્ણયો ઘણા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક નકારાત્મક પરિબળો વચ્ચે ફરી એક વખત અમેરિકા મોટા આર્થિક સંકટમાં ઘેરાઇ રહ્યું છે. સરકારી ફન્ડિંગના અભાવે દેશને મોટા આર્થિક અને વહીવટી પડકારોનો સામનો કરવો પડી શકે છે. આજે મધરાતથી સરકારી નાણાંની મુદ્દત પૂરી થતાં જ શટડાઉનની તલવાર અમેરિકા પર લટકી રહી છે, જેમાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ પોતાની માંગણીઓ પર અડગ રહીને વાતચીતને જટિલ બનાવી રહ્યા છે. આ પરિસ્થિતિ દેશના સામાન્ય જીવનને અસર કરી શકે છે, પરંતુ તેમાંથી નીકળવાના માર્ગ પર પણ ચર્ચા થઈ રહી છે.
સોમવારે વ્હાઇટ હાઉસમાં અંતિમ પ્રયાસ તરીકે બેઠક યોજવામાં આવી હતી, પરંતુ તેમાં કોઈ સમાધાન મળ્યું નહોતું. સેનેટના સિનિયર ડેમોક્રેટ ચક શુમરે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે મોટા મતભેદો છે અને તેમની પાર્ટી જે કોંગ્રેસના બંને ગૃહોમાં લઘુમતીમાં છે, સરકાર પણ પોતાની તાકાત દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: ચીને કઈ ચીજ લેવાનું બંધ કરતાં અમેરિકાની હાલત ખરાબ ?
અત્યાર સુધીમાં અનેક સરકારી વિભાગોને બંધ કરી દેવામાં આવ્યા છે. સેનેટના નિયમો અનુસાર સરકારી ફંડિંગ બિલને પાસ કરવા માટે 60 વોટ જોઈએ, પરંતુ રિપબ્લિકન પાસે 53થી વધુ વોત છે. જો કોંગ્રેસ અડધી રાતના ફંડિંગ બિલ પાસ નહીં કરે તો સરકારના અમુક હિસ્સો બંધ થશે, જેનાથી વોશિંગ્ટનમાં નવું રાજકીય સંકટ ઊભું થઈ શકે છે.
જો ‘શટડાઉન’ થશે તો બિનજરૂરી સરકારી કામકાજ બંધ થઈ જશે. લાખો કર્મચારીઓને વગર વેતનના હંગામી ધોરણે બ્રેક લેવો પડશે અને અનેક સામાજિક કલ્યાણકારી યોજનાઓની ચુકવણીમાં પણ અવરોધ આવી શકે છે. વ્હાઇટ હાઉસે ગયા અઠવાડિયે વિભાગોને છટણીની તૈયારી કરવાના આદેશ આપ્યા છે, જે સામાન્ય બ્રેક કરતા વધુ ગંભીર છે. આ વર્ષની શરૂઆતમાં ઈલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીએ મોટા પાયે છટણી કરી હતી, જે કર્મચારીઓ માટે વધુ મુશ્કેલી વધારશે.
આ પણ વાંચો: અમેરિકામાં 1 લાખથી યુએસ ફેડરલ કર્મચારીઓની નોકરી જોખમમાં, જાણો શું છે કારણ…
બંને પાર્ટીઓ એકબીજા પર દોષારોપણ કરી રહી છે, જ્યારે શટડાઉન અમેરિકામાં અત્યંત અલોકપ્રિય છે. સેનેટના રિપબ્લિકન નેતા જ્હોન થુને ડેમોક્રેટ્સની માંગણીઓને ‘બંધક બનાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. રિપબ્લિકન્સ નવેમ્બર સુધી ફંડિંગ વધારવાનો પ્રસ્તાવ કરી રહ્યા છે, જ્યારે ડેમોક્રેટ્સ આરોગ્ય સેવાઓ જેમ કે ઓબામા-કેર માટે અબજો ડોલરની ફંડિંગ પુનઃસ્થાપિત કરવા અને ટ્રમ્પ વહીવટની કટોતીને રોકવા માંગે છે.
ટ્રમ્પ પર અંતિમ નિર્ણયની જવાબદારી છે, જો તેઓ ડેમોક્રેટ્સની કેટલીક માંગણીઓ માની લે તો શટડાઉન ટળી શકે છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ડેમોક્રેટ્સ પર અમેરિકી જનતાને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે અલ્પકાલિન ફંડિંગ વધારવાનું બિલ પસાર કર્યું છે, પરંતુ સ્પીકર માઇક જ્હોન્સને ડેમોક્રેટ્સ પર દબાણ વધારવા માટે આ અઠવાડિયે તેમનું ગૃહ પાછું નહીં બોલાવ્યું.
આ વર્ષે માર્ચમાં પણ આવું સંકટ આવ્યું હતું, જ્યારે ડેમોક્રેટ્સે અનિચ્છાએ રિપબ્લિકન બિલને સમર્થન આપ્યું હતું, પરંતુ હવે તેમના આધાર તેઓને ટ્રમ્પ વિરુદ્ધ મજબૂત વલણ અપનાવવા માંગે છે.