ઇન્ટરનેશનલ

ક્રેશ થયેલા ‘તેજસ’માં રાજ્યમંત્રીએ ભરી હતી ઉડાન અને લખી હતી આવી કવિતા…

દુબઈ: અલ મક્તોમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે યોજાયેલા દુબઈ એર શોમાં ભારતીય વાયુસેના (IAF) માટે આજે એક દુઃખદ ઘટના બની છે. હવાઈ પ્રદર્શન (Display Flight) દરમિયાન ભારતીય HAL તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું હતું, જેમાં પાઇલટને જીવલેણ ઈજાઓ થવાથી તેમનું મૃત્યુ થયું છે. દુબઈમાં એક દિવસ પહેલા તેજસ એરક્રાફ્ટમાં ભારતના સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે ઉડાન પણ ભરી હતી. સાથોસાથ ‘તેજસ’ માટે એક કવિતા પણ લખી હતી.

‘તેજસ’: ‘તું હે ભારત કા ગૌરવ’!

17થી 21 નવેમ્બર 2025 દરમિયાન ડીડબલ્યુસી દુબઈ એરશોમાં ભારતના સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠ હાજર રહ્યા હતા. તેમણે તેજસમાં ઉડાન પણ ભરી હતી. ફાઇટર જેટમાં સવાર થયા પછી, મંત્રી સંજય સેઠે તેજસની પ્રશંસા કરતી એક કવિતા પણ લખી હતી. સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે તેજસને ‘સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ’ ગણાવ્યું હતું.

સંજય સેઠે તેજસ માટે લખેલી કવિતાને એક્સ પર શેર કરી હતી. આ કવિતા નીચે મુજબ હતી.
તેજસ, તું હૈ ભારત કા ગૌરવ, નીલ અંબર મેં ઉડતા,
વાયુ કા કૌતુક. ગતિ કા તુ હી હૈ પ્રતીક, હર બાધા કો ચીરતા, અદમ્ય એક.

ત્રણેય સીમાની સુરક્ષા કરે છે તેજસ

કવિતા ઉપરાંત મંત્રી સંજય સેઠે લખ્યું હતું કે, “તેજસ-ફક્ત ભારતીય સેનાનો યોદ્ધા નથી, તે સમગ્ર દેશનું ગૌરવ છે. તેજસ જેટલી સહજતાથી દરિયામાં તૈનાત INS વિક્રાંત પર લેન્ડ કરે છે. એટલી જ ઝડપ સાથે આકાશી સરહદોની ઉંચાઈઓને પણ આંબે છે.

તેજસ પોતાના નામની સાર્થકતા સાથે જળ, થળ અને નભ, ત્રણેય સીમાઓની સુરક્ષા કરે છે. ગતિમાં પણ તેજ, શક્તિમાં પણ તેજ, દુશ્મનોથી પણ તેજ, સૌથી તેજ છે અમારું તેજસ. આવા તેજસને નજીકથી જોવું, તેની વિશેષતાઓનો અનુભવ કરવો, મારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ રહી છે.”

આ પણ વાંચો…દુબઈ એરશો વખતે ભારતનું ફાઈટર પ્લેન ‘તેજસ’ ક્રેશઃ પાઈલટે જીવ ગુમાવ્યો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button