ઇન્ટરનેશનલ

ગાઝાને ચારે બાજુથી ઘેરી લીધું હોવાનો ઇઝરાયલી સેનાનો દાવો

હમાસ વિરુદ્ધ ઇઝરાયલનું ગ્રાઉન્ડ અને એર ઓપરેશન ચાલુ છે. ત્યારે ઈઝરાયલની સેનાએ ગાઝા શહેરને સંપૂર્ણ રીતે ઘેરી લેવાનો દાવો કર્યો છે. અને જણાવ્યું હતું કે હમાસના તમામ મુખ્ય સ્થાનો પર ઇઝરાયલે કબજો મેળવી લીધો છે. જોકે આનાથી વિરુદ્ધ હમાસની લશ્કરી પાંખના અધિકારી કાસમ બ્રિગેડ્સે જણાવ્યું હતું કે ગાઝા ઇઝરાયલ માટે શાપ છે અને ઇઝરાયલના તમામ સૈનિકો કાળી બેગોમાં ભરાઈને ઘરે જશે.

અલ જઝીરાના જણાવ્યા અનુસાર લેબનીઝ શિયા ઈસ્લામિક જૂથ હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ આજે પોતાના અનુયાયીઓ સાથે બેઠક કરી શકે છે. અને જાહેરમાં સંબોધન કરી શકે છે. અને જો જાહેરમાં સંબોધન કરે તો ઇઝરાયલ-હમાસ યુદ્ધની શરૂઆત પછી આ તેમની પ્રથમ જાહેર નિવેદન હશે. તેમનું નિવેદન આગામી કાર્યવાહી વિશે જણાવે તેવી શક્યતા છે કારણ કે તેના આતંકવાદી અને ઇઝરાયલી દળો લેબનોન-ઇઝરાયેલ સરહદ પર સામસામે છે. જેના કારણે આ વિસ્તાર યુદ્ધનું મેદાન બની શકે તેવો ભય વધી ગયો છે. ઑક્ટોબર 7 ના રોજ હમાસના ઇઝરાયલ પરના હુમલા બાદ હિઝબુલ્લાએ પણ ઇઝરાયલ પર હુમલાઓ વધારી દીધા હતા. જોકે હાલમાં હિંસા પર ઘણી હદ સુધી કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. મોટાભાગના હુમલાઓ સરહદી વિસ્તાર પૂરતા મર્યાદિત છે. પરંતુ આ સંજોગો પણ બદલાઈ શકે છે.

ઈઝરાયલની સુરક્ષા કેબિનેટે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે ગાઝાના તમામ કામદારોને પરત મોકલશે જે ઈઝરાયલના વિસ્તારમાં છે. આ સાથે ગાઝા માટે નિયુક્ત પેલેસ્ટિનિયન ઓથોરિટીને આપવામાં આવતા ફંડમાં પણ કાપ મુકવામાં આવશે.

આ ઉપરાંત ઈઝરાયલ ગાઝા સાથેના તમામ સંપર્કો તોડી નાખશે. ગાઝાના હવે કોઈ પેલેસ્ટિનિયન કામદારો ઈઝરાયેલમાં નહીં રહે. ખુબજ મર્યાદિત સંખ્યામાં લોકો ઇઝરાયલ અને ગાઝાની સરહદ પાર કરી રહ્યા છે
બુધવારે રફા ક્રોસિંગ ખોલવામાં આવ્યું હતું જે કદાચ ફરી આ કામદારો માટે ખોલવામાં આવશે અને તમામ કામદારોને પરત મોકલવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…