બાવળ વાવ્યો તો કાંટા મળ્યાઃ પાકિસ્તાનમાં સેના પરના આતંકવાદી હુમલામાં 4 સૈનિકનાં મૃત્યુ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

બાવળ વાવ્યો તો કાંટા મળ્યાઃ પાકિસ્તાનમાં સેના પરના આતંકવાદી હુમલામાં 4 સૈનિકનાં મૃત્યુ

કરાચીઃ પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપવામાં કોઈ કસર છોડતું નથી. પરંતુ હવે આતંકવાદ ખૂબ પાકિસ્તાન માટે પણ માથાનો દુઃખાવો બની ગયો છે. આવું એટલા માટે કારણે કે, આતંકવાદીઓ હવે પાકિસ્તાનની સેના અને સુરક્ષાબળોને જવાનો પર હુમલો કરી રહ્યાં છે.

પાકિસ્તાન આશરો આપે છે, તેમ છતાં પણ આતંકવાદીઓ પાકિસ્તાન પર હુમલો કરી રહ્યાં છે. અત્યારે ફરી એકવાર આતંકવાદીઓએ પાકિસ્તાન પર હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આતંકવાદીએ કરેલા હુમલાના કારણે પાકિસ્તાની સેનાના 4 જવાનના મોત થયા છે.

આપણ વાંચો: પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન, ઓપરેશન સિંદૂર જવાબદારી પૂર્વકનું એક્શન

આતંકી હુમલામાં 4 પાકિસ્તાની સૈનિકના મોત

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાનના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં 4 પાકિસ્તાની સૈનિકના મોત થયા છે, જ્યારે 17થી પણ વધારે સૈનિક ઘાયલ પણ થયાં છે.

આતંકવાદીઓએ રવિવારે મોડી રાત્રે હાંગુ જિલ્લાના તોરા વારઈ વિસ્તારમાં ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી કેમ્પને નિશાન બનાવીને હુમલો કર્યો છે. આતંકવાદીઓ હવે પાકિસ્તાન માટે હાનિકારક સાબિત થઈ રહ્યો

આપણ વાંચો: કિસ્તાની આતંકવાદીઓ ભારત પર હુમલો કરી શકે છે: નેપાળની ચેતવણી

આતંકવાદીઓને આશરો આપનારની કફોડી હાલત

ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી આતંકવાદીઓ ગોળીબાર કરી રહ્યાં છે. જેમાં કેટલાક સૈનિકોનું મોત પણ થયું હતું. સ્વાભાવિક છે કે, ‘બાવળ વાવ્યો હોય તો કેરીઓ નહીં પરંતુ કાંટા જ મળે!’ પાકિસ્તાન માટે પણ અત્યારે આવી જ સ્થિતિ છે.

જો કે, પાકિસ્તાની સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને પાંચ આતંકવાદીઓને ઠાર પણ કર્યાં હતા. તે ઓપરેશન દરમિયાન 7 પોલીસકર્મીઓ ઘાયલ પણ થયાં હતાં. હવે પ્રશ્ન એ છે કે, શું આતંકવાદ સામે પાકિસ્તાન કાર્યવાહી કરશે? હવે પાકિસ્તાન આતંકવાદીનો વિરોધ કરશે કે હજી પણ આશરો આપશે?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button