Video: ઈરાનના શાહિદ રાજાઈ બંદર પર ભયંકર વિસ્ફોટ; 400 થી વધુ ઘાયલ, ભારે જાનહાનિની આશંકા

તેહરાન: ઈરાનના અબ્બાસ શહેરમાં શાહિદ રાજાઈ બંદર પર આજે શનિવારે એક પ્રચંડ વિસ્ફોટ (Blast at Iran port) થયો હતો, આ વિસ્ફોટને કારણે 400 થી વધુ લોકો ઘાયલ થયાના આહેવાલ છે. એહવાલ મુજબ સંખ્યાબંધ કન્ટેનરમાં વિસ્ફોટ થયા હતાં અને આગ ફાટી નીકળી હતી. આ ઘટનાના વિડીયોમાં જોઈ શકાય છે કે પોર્ટ વિસ્તારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે.
શાહિદ રાજાઈ રાજધાની તેહરાનથી 1000 કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે, તે ઈરાનનું સૌથી આધુનિક કન્ટેનર બંદર છે. આગ ઓલવવા માટે બંદરની પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવી છે. આ વિસ્ફોટ કેટલો ભયંકર હતો એનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે બંદરના ઘણા કિલોમીટર સુધી બારીઓના કાચ તૂટી ગયા.
આપણ વાંચો: થાણેમાં પ્રચંડ વિસ્ફોટમાં એક વ્યક્તિએ બંને પગ ગુમાવ્યા
એક અધિકારીએ એક સમાચાર એજન્સીએ જણાવ્યું કે બંદર પર મોટી સંખ્યામાં કામદારો હોવાથી ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે અથવા ઘણા લોકોના મોતની આશંકા છે. અમે હાલમાં ઘાયલોને બહાર કાઢી રહ્યા છીએ અને હોસ્પિટલમાં ખસેડી રહ્યા છીએ.
હોર્મોઝગન રેડ ક્રેસન્ટ સોસાયટીના જણાવ્યા મુજબ વિસ્ફોટ પછી ચાર રેપીડ એક્શન ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
આપણ વાંચો: કંબોડિયાના મિલિટરી બેઝમાં પ્રચંડ વિસ્ફોટ, 20 સૈનિકોના મોત, અનેક ઘાયલ
ઈરાન ઓમાનમાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથે પરમાણુ વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ કરી રહ્યું છે, એવા સમયે વિસ્ફોટ થયો છે.
2020 માં, શાહિદ રાજાઈ બંદર પર સાયબર એટેક કરવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ સાયબર હુમલા પાછળ ઇઝરાયલનો હાથ હતો.