સીરિયામાં નમાજ દરમિયાન મસ્જિદમાં થયો બ્લાસ્ટ; 8ના મોત, 20થી વધુ ઘાયલ…

હોમ્સ, સીરિયાઃ સીરિયાના હોમ્સમાં એક મસ્જિદમાં ભયનાક બ્લાસ્ટ થયો છે. હોમ્સમાં અલાવાઈટ લઘુમતી સમુદાયની એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ બ્લાસ્ટ હોમ્સ ઇમામ અલી બિન અબી તાલિબ મસ્જિદની અંદર થયો છે. અત્યારે સુરક્ષા કર્મીઓ દ્વારા આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ બ્લાસ્ટ બપોરની નમાઝ દરમિયાન થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સરકારી એજન્સીઓએ બ્લાસ્ટની કેટલીક તસવીરો જાહેર કરી
મોટા ભાગે બપોરની નમાઝ દરમિયાન મસ્જિદમાં સૌથી વધારે ભીડ રહેતી હોય છે. હોમ્સમાં પણ આ દરમિયાન જ બ્લાસ્ટ થયો છે. સીરિયાની સરકારી એજન્સીઓ દ્વારા આ બ્લાસ્ટની કેટલીક તસવીરો પણ જાહેર કરવામાં છે. આ તસવીરો પ્રમાણે મસ્જિદની અંદરની દિવાલો પર લોહીના દાગ જોવા મળ્યાં છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તપાસ પ્રમાણે મસ્જિદની અંદર બોમ્બ રાખવામાં આવ્યો હતો. આખા વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે.
સીરિયાના આરોગ્ય મંત્રાલયના અધિકારી નજીબ અલ-નાસને જણાવ્યું હતું કે, આ ઘટનામાં 21 લોકો ઘાયલ થયા છે. આ આંકડા પ્રાથમિક છે અને મૃત્યુઆંક વધી શકે તેવી શક્યતાઓ છે. અત્યારે સુરક્ષા કર્મચારીઓ દ્વારા રાહતનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે મસ્જિદમાંથી કાટમાળને પણ દૂર કરવામાં આવી રહ્યો છે.
સીરિયાના વિદેશ મંત્રાયલ આ હુમલાની નિંદા કરી
ભરબપોરે સીરિયામાં થયેલા આ બ્લાસ્ટની હજી સુધી કોઈ સંગઠન દ્વારા જવાબદારી લેવામાં આવી નથી. આ બ્લાસ્ટ પછી સીરિયાના વિદેશ મંત્રાયલ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું અને આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. એટલું જ નહીં પરંતુ આ હુમલાને માનવીય અને નૈતિક મૂલ્યો પર કાયર હુમલો ગણાવ્યો છે. સીરિયા દરેક રીતે આંતવાદી હુમલાની નિંદા કરે છે તેવું પણ જણાવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી સીરિયામાં સતત હિંસા વધી રહી છે. સીરિયામાં અત્યારે સુન્ની મુસ્લિમ સરકાર બની છે. આ પહેલા બશર અલ અસદની સરકાર હતી પરંતુ તે વખતે વિદ્રોહ થયો અને સત્તા પલટાઈ ગઈ હતી.
આ પણ વાંચો…અમેરિકાની સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ પર એર સ્ટ્રાઈક, ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈક શરુ



