ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ‘હમાસ સ્ટાઈલ’ એટેકઃ યહૂદીઓના તહેવારનું ‘દિવાળી’ સાથે શું છે કનેક્શન?

ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર યહૂદીઓના તહેવાર વખતે અજાણ્યા બંદૂકધારીઓ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાના કારણે દુનિયાભરની નજર ઓસ્ટ્રેલિયા પર કેન્દ્રિત થઈ છે. અહીં સેલિબ્રેશન ચાલી રહ્યું હતું ત્યારે બંદૂકધારીએ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં અત્યાર સુધીમાં 10 લોકોનો મોત થયાં હોવાના પણ સમાચાર છે.
આ ફાયરિંગ કોઈ સામાન્ય પાર્ટીમાં નહીં પરંતુ યહૂદી સમુદાયના સૌથી મોટા તહેવાર હનુક્કાહની ઉજવણી વખતે કરવામાં આવ્યું હતું. હનુક્કાહને યહૂદી સમુદાય લોકોની ‘દિવાળી’ કહેવામાં આવે છે. હનુક્કાહનું કનેક્શન આપણી દિવાળી જેવું કંઈક છે. દિવાળી સાથે કનેક્શનની સાથે ફાયરિંગ અંગેની વિગતવાર વાત જાણીએ.
આપણ વાચો: સિડની મોલમાં ગોળીબાર, છરાબાજીની ઘટના, 10ના મોત,અનેક લોકો ઘાયલ
હમાસ સ્ટાઈલમાં ફાયરિંગ
ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓના મનોબળને તોડવા માટે હિંસક હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો હમાસ સ્ટાઈલ તરીકે જોવામાં આવી રહી છે, જેમ ઇઝરાયલમાં ‘નોવા ફેસ્ટિવલ’ પર હુમલો કરવામાં આવ્યો હતો. એ જ રીતે હનુક્કાહની પાર્ટી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.
આ ફાયરિંગનો મૂળ હેતુ લોકોને મારવાનો નહીં, પરંતુ યહૂદી સમુદાયના લોકોનું મનોબળ તોડવાનો છે, કારણ કે હનુક્કાહને પ્રકાશનો તહેવાર કહેવાય છે. દિવાળીના માફક. જોકે, હુમલાખોરોએ આજે ફાયરિંગ કરીને આતંકની સાથે અંધકાર ફેલાવવનો પ્રયત્ન કર્યો છે. નિર્દોષ લોકોને નિશાન બનાવી તેમની ખુશીઓ છીનવી લેવાનો હિંસક પ્રયાસ કર્યો છે.
આપણ વાચો: અમેરિકામાં ફાયરિંગમાં બંદૂકધારી અને અધિકારીનાં મોત, ચાર ઘાયલ…
યહૂદીઓ માટે હનુક્કાહનું મહત્ત્વ શું છે
હનુક્કાહને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. યહૂદી ધર્મનો આ તહેવાર 8 દિવસ સુધી ચાલતો સૌથી મોટો ઉત્સવ છે. હિબ્રુ ભાષામાં હાનુકાનો અર્થ ‘સમર્પણ’ થાય છે. તહેવારનો ઇતિહાસ 2200 વર્ષ જૂનો હોવાનું પણ કહેવા છે.
વિગતે જાણીએ તો બીજી સદી ઇ.સ. પૂર્વે યરુશલમ પર ગ્રીકો-સીરિયન શાસકોનો કબજો હતો, જેમણે યહૂદી ધર્મના પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. યહૂદીઓના એક વિદ્રોહી સમૂહે જેને મકાબી નામે ઓળખાતો તેણે પોતાના ધર્મ અને મંદિરનું રક્ષણ કરવા માટે યુદ્ધ કર્યું તેમાં ઐતિહાસિક જીત મેળવી હતી.
આપણ વાચો: ભાત ભાત કે લોગઃ કોણ હતા એ વીર ભારતીય સૈનિકો?
યહૂદી લોકો આઠ દિવસ સુધી આ તહેવારની ઉજવણી કરે છે
આ સાથે મકાબિઓને યુદ્ધ જીતીને પોતાના મંદિરો પાછા લીધા અને અહીં મેનોરા જળાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમની પાસે માત્ર એક જ દિવસ ચાલે એટલું તેલ વધ્યું હતું. આ દરમિયાન ચમત્કાર એવો થયો કે, આ તેલ આઠ દિવસ સુધી ચાલ્યું હતું.
આ ચમત્કારને યાદ કરતા યહૂદી લોકો આઠ દિવસ સુધી આ તહેવાર મનાવે છે, જેમાં દરરોજ એક મીણબત્તી જળાવવામાં આવે છે. જેમ હિંદૂ ધર્મમાં દિવાળીને પ્રકાશનો તહેવાર કહેવામાં આવે છે, તેમ હનુક્કાહને પણ પ્રકાશનું પર્વ કહેવાય છે.
એટલે બંને મૂળ તો પ્રકાશનો તહેવાર છે. આપણે કાર્તિક અમાસે દીવા પ્રજ્વલીત કરીને ઘરને રોશન કરીએ છીએ, જ્યારે યહૂદીઓ શિયાળાની સૌથી લાંબી અને સૌથી અંધારી રાત દરમિયાન ‘મેનોરા’, એક ખાસ દીવો પણ પ્રગટાવે છે. બંનેએ ધર્મમાં અંધકારને પરાજય અને પ્રકાશની જીતનો મહિમા છે.
પશ્ચિમિ દેશો હનુક્કાહને યહુદીઓની નાતાલ માને છે
યહૂદીઓનો આ તહેવાર ક્રિસમસથી એકમદ અલગ છે. આમ તો ક્રિસમસ અને હનુક્કાહ મોટા ભાગે ડિસેમ્બર મહિનામાં આવે છે. ખાસ કીરને પશ્ચિમના દેશોમાં હનુક્કાહને યહુદીઓના યહૂદી નાતાલ તરીકે માનવામાં આવે છે. હનુક્કાહની તારીખે યહૂદીઓના કેલેન્ડર પ્રમાણે આવે છે.
આ કેલેન્ડ ચંદ્ર પર આધારિત હોય છે. કેટલીક વખત હનુક્કાહનો તહેવાર નવેમ્બર મહિનામાં પણ આવતો હોય છે. મળતી જાણકારી પ્રમાણે યહૂદીઓ માટે યોમ કિપ્પુર અથવા રોશ હશનાહ ધાર્મિક રીતે વધુ મહત્વપૂર્ણ દિવસો છે, પરંતુ સાંસ્કૃતિક રીતે હનુક્કાહ ખૂબ જ લોકપ્રિય મનાય છે.
ભારતમાં જેમ દિવાળીમાં આખો પરિવાર સાથે મળીને તહેવાર ઉજવે છે તેવી રીતે હનુક્કાહમાં યહૂદી પરિવાર પણ સાથે મળીને આ તહેવારની ઉજવણી કરી છે.



