ઇન્ટરનેશનલ

સિડની ફાયરિંગઃ મોતની પરવાહ કર્યા વિના બાથ ભીડી બહાદુર નાગરિકે, જુઓ વાયરલ વીડિયો…

આજે રવિવારે બપોરે ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડાઈ બીચ પર બે શખ્સોએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકોના મોતના અહેવાલ છે. આ ઘટના દરમિયાનના ઘણાં ચોંકાવનારા વિડીઓ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે, એમાંથી એક વીડિયો લોકોનું ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે. એક નાગરિકે હિંમત દાખવીને ઝાડ પાછળ છુપાઈને ગોળી ચલાવી રહેલા હુમલાખોરને પકડી પાડ્યો હતો.

યહુદી ધર્મના હાનુકા તહેવારની ઉજવણી માટે લોકો બોન્ડાઈ બીચ પર એકઠાં થયાં હતાં, ત્યારે આ ઘટના બની હતી. વીડિયોમાં જોવા મળે છે કે એક હુમલાખોર ઝાડની પાછળ છુપાઈને લોકો પર રાઈફલ વડે ગોળીઓ ચલાવી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે એક નિઃશસ્ત્ર નાગરિક પાર્ક કરેલી કાર પાછળ છુપાયેલો છે, તે ધીમેથી હુમલાખોર તરફ આગળ વધે છે, તેને ગળામથી પકડી લે છે અને તેની રાઇફલ છીનવી લે છે. નાગરિક હુમલાખોરને નીચે પાડી દે છે અને તેની તરફ બંદૂક તાકે છે.

સોશિયલ મીડિયા પર લોકો આ નાગરિકને હીરો ગણાવી રહ્યા છે, તેના આ હિંમતભર્યા પગલાને કારણે કેટલાક લોકોના જીવ બચી ગયા છે.

વડાપ્રધાનને દુઃખ વ્યક્ત કર્યું:
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે બોન્ડાઈ બીચ પર થયેલા હુમલા અંગે આઘાત વ્યક્ત કર્યો છે. એક નિવેદનમાં તેમણે કહ્યું, “પોલીસ અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. મારી સંવેદનાઓ દરેક અસરગ્રસ્ત વ્યક્તિ સાથે છે.”

ન્યૂ સાઉથ વેલ્સ(NSW) પોલીસે જણાવ્યું કે બે શખ્સોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસ કાર્યવાહી ચાલુ છે અને અમે લોકોને આ વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ. પોલીસના તમામ નિર્દેશોનું પાલન કરવા વિનંતી.

આ પણ વાંચો…અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન થયું ફાયરિંગ: 2ના મોત, 8 લોકો ઘાયલ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button