સુશીલા કાર્કીના હાથમાં આવશે નેપાળની કમાન? જાણો કોણ છે આ મહિલા | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

સુશીલા કાર્કીના હાથમાં આવશે નેપાળની કમાન? જાણો કોણ છે આ મહિલા

કાઠમાંડુ: આજે સમગ્ર વિશ્વની નજર નેપાળ પર છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધના કારણે જેન-ઝીએ શરૂ કરેલું આંદોલન સરકારના તખ્તાપલટ સુધી પહોંચી ગયું છે. દેશમાં થયેલા તોફાનોના કારણે વડા પ્રધાન કેપી ઓલીને રાજીનામું આપવાની નોબત આવી છે. કેપી ઓલીના રાજીનામા બાદ નેપાળી સેનાએ દેશનો કબજો સંપૂર્ણ પણે પોતાના હાથમાં લઈ લીધો છે. ત્યારે હવે નેપાળના નવા વડા પ્રધાન કોણ બનશે એ સવાલ ઊભો થયો છે. જોકે, નેપાળના ઝેન-ઝી આગામી વડા પ્રધાન તરીકે એક મહિલાને પસંદ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

નેપાળના ઝેન-ઝીએ કરી સુશીલા કાર્કીની પસંદગી

આંતરરાષ્ટ્રીય મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નેપાળના ઝેન-ઝીએ દેશની પહેલી મહિલા ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીને વચગાળાની સરકારની કમાન સંભાળવાનો પ્રસ્તાવ મૂક્યો છે.સુશીલા કાર્કીએ આ પ્રસ્તાવનો સ્વીકાર પણ કરી લીધો છે. આ પ્રસ્તાવ અંગે સુશીલા કાર્કીને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. જેનો તેમણે સ્વીકાર કર્યો હતો.

નેપાળમાં નવી સરકારની રચના, ચૂંટણીઓ અને ત્યારબાદના આયોજન માટે રાષ્ટ્રપતિ અને સેના એક ઓનલાઈન ઓનલાઈન વર્ચ્યુઅલ બેઠક કરવામાં આવી હતી. જેમાં અંદાજીત 4000 થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. આ વર્ચ્યુઅલ બેઠકમાં 31 ટકા યુવાનોએ સુશીલા કાર્કીની પસંદગી કરી હતી. આમ, સુશીલા કાર્કી હવે આગામી સમયમાં નેપાળના વચગાળાના વડા પ્રધાન બની શકે છે.

નેપાળના પહેલા મહિલા CJI છે સુશીલા કાર્કી

નેપાળના પહેલા મહિલા ચીફ જસ્ટિસ છે સુશીલા કાર્કી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડીગ્રી મેળવેલ છે. 1972માં તેમણે નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદાની બેચલર ડીગ્રી મેળવી હતી. 2007માં તેઓ સીનિયર વકીલ બન્યા હતા. 11 જુલાઈ 2016ના રોજ તેમની નેપાળ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સુશીલા કાર્કી નેપાળના પહેલા મહિલા ચીફ જસ્ટિસ હતા. ત્યારબાદ હવે તેઓ નેપાળના પહેલા મહિલા વડા પ્રધાન પણ બનશે. એવું સૂત્રો જણાવી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button